AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓSafar Agri Ki
બટાકા ના પાક માં પાળા ચડાવવા અને યોગ્ય પિયત વ્યવસ્થાપન !
હળ થી વાવણી કરેલ બટાકા ને 35 થી 40 દિવસે નાઈટ્રોજન ખાતર આપ્યા બાદ પાળા ચડાવવા. જો પાળા કરવામાં ન આવે તો ખુલ્લા ૨હેલ બટાકાના કંદ ને સુર્યપ્રકાશ મળવાથી લીલા થઈ જાય છે. પિયત: 🥔 નીક પદ્ધતિથી ગોરાડુ જમીનમાં 8 થી 10 દિવસના અંતરે કુલ 8 થી 10 પિયતની જરુર પડે છે. 💧 રેતાળ જમીનમાં 6 થી 7 દિવસના અંતરે એમ કુલ 12 થી 14 પિયતની જરુર પડે છે. 💧 ટપક પધ્ધતિમાં 60 સે.મી.ના અંતરે પ્રતિ કલાકે 4 લીટર પાણીનો જથ્થો બહાર કાઢતાં ડ્રીપરવાળી નળીઓનો ઉપયોગ કરવો. 💧 ડીસેમ્બર - જાન્યુઆરી મહિનામાં 45 મિનિટ બટાકા ના પાક ને પિયત આપવું. સંદર્ભ : Safar Agri Ki, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
17
5