AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટાકા ના પાક માં ખાતર વ્યવસ્થાપન !
સલાહકાર લેખKVK Deesa
બટાકા ના પાક માં ખાતર વ્યવસ્થાપન !
દેશી ખાતર - ૨૫-૩૦ ટન કહોવાયેલું છાણીયુ ખાતર તથા ૧ ટન દિવેલીનો ખોળ જમીન તૈયાર કરતી વખતે નાખી ખેડ કરી જમીનમાં ભેળવી દેવું . રાસાયણિક ખાતર - ઉત્તર ગુજરાત માટે 275 : 138 : 275 અને મધ્ય ગુજરાત માટે 200 : 100 : 200 કિ.ગ્રા નાઈટ્રોજન : ફોસ્ફરસ : પોટાશ પ્રતિ હેકટરે આપવાની ભલામણ કરવામાં આવે છે . જેમાં પાયાના ખાતરમાં અડધો નાઈટ્રોજન અને પુરેપુરો ફોસ્ફરસ અને પોટાશ આપવો , પાયાનો નાઈટ્રોજન એમોનીયમ સલ્ફટ ખાતરના રૂપમાં આપવો , બાકીનો નાઈટ્રોજન બટાટાના વાવેત ૨ બાદ ૩૫-૪૦ દિવસે આપવો. ટપક પધ્ધતિ માટે રાસાયણિક ખાતર તરીકે 207 :105 : 207 કી.ગ્રા. ના.ફો.પો. પ્રતિ હેકટરે આપવો. જે પૈકી પુરેપુરો ફોસ્ફરસ તથા પોટાશ અને અડધો નાઈટ્રોજન (અમોનિયમ સલ્ફેટ સ્વરૂપે) પાયામાં આપવો. અને બાકીનો નાઈટ્રોજન ૩૦, ૩૭, ૪૪ અને ૫૧ દિવસે ચાર સરખા ભાગમાં ટપકથી આપવો. નિંદામણ નિયંત્રણ - બટાકા ના પાકમાં અસ૨કા૨ક નિંદામણ નિયંત્રણ માટે મેટ્રીબ્યુઝીન ૭૦ % વે.પા. દવા નિંદામણના ઉગાવા પહેલા અથવા ઉગાવા બાદ જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે ૧ હેકટરે 400 ગ્રામ દવા 600 લીટર પાણીમાં ભેળવી એક સરખો છંટકાવ કરવો .
31
2