AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટાકામાં રોગ - જીવાતનું સંકલિત વ્યવસ્થાપન
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બટાકામાં રોગ - જીવાતનું સંકલિત વ્યવસ્થાપન
મોલો મસી : _x000D_ આ જીવાતના પુખ્ત વયના અને બચ્ચા બંને પાનમાંથી રસ ચૂસે છે જેના કારણે પાન પીળા થઈ વળી જાય છે._x000D_ નિયંત્રણ : થાયોમેથોકઝામ 25% ડબ્લ્યુપી @ 40 ગ્રામ પ્રતિ એકર 200 લીટર પાણીમાં દ્વાવણ બનાવીને છંટકાવ કરવો._x000D_ થડ કાપી ખાનાર ઈયળ - આ જીવાત રાત્રે જમીનમાંથી ભાર આવીને થડ કાપી નુકશાન કરે છે.પાછલી અવસ્થાએ બટાકાનો કંદનો ગર્ભ કોરી ખાઈને ખોખ બનાવી દે છે. _x000D_ નિયંત્રણ: -ક્લોરોપાયરીફોસ 20% ઇસી @ 2 મિલી / લિટર પાણીમાં ઓગાળીને છોડના થડમાં ટુવા આપવા._x000D_ બટાકાના મુખ્ય રોગો:_x000D_ આગતરો સુકારો: _x000D_ આ રોગમાં નીચલા પાન પર હલ્કા ભૂરા રંગના છૂટાછવાયા ધબ્બા બની જાય છે. જેઓ અનુકૂળ હવામાનમાં પાન પર ફેલાવાનું શરૂ કરે છે. _x000D_ નિયંત્રણ : મેન્કોઝેબ 75% ડબલ્યુપી @ 500 ગ્રામ પ્રતિ એકર 200 લિટર પાણી અથવા ક્લોરોથેલોનિલ 25% ડબલ્યુપી @ 400 ગ્રામ પ્રતિ એકર અથવા પ્રોપીનેબ 70% ડબલ્યુપી @600 ગ્રામ પ્રતિ એકર 200 લિટર પાણીમાં દ્રાવણ બનાવીને છંટકાવ કરવો._x000D_ પાછતરો સુકારો: _x000D_ આ રોગના લક્ષણો પહેલા નીચેના પાન પર હળવા લીલા ધબ્બાના રૂપમાં દેખાય છે, જે થોડા સમયમાં ભૂરા રંગના થઈ જાય છે. આ ધબ્બાઓ અનિયમિત આકારના બને છે. અનુકૂળ હવામાનમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે અને પાંદડાઓનો નાશ થઇ જાય છે. રોગની વિશિષ્ટ ઓળખ એ છે કે કિનારીઓ અને પાંદડાઓનો ટોચનો ભાગ ભૂરા થઈને સુકાય જાય છે._x000D_ નિયંત્રણ : મેન્કોઝેબ 75% ડબલ્યુપી @ 500 ગ્રામ પ્રતિ એકર 200 લિટર પાણી અથવા ક્લોરોથેલોનિલ 25% ડબલ્યુપી @ 400 ગ્રામ પ્રતિ એકર 200 લિટર પાણીમાં છંટકાવ કરવો._x000D_ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
86
0
અન્ય લેખો