AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટાકામાં ખાંડનું પ્રમાણ માપવા માટે સરળ પદ્ધતિ વિકસાવાઇ છે
કૃષિ વાર્તાએગ્રોવન
બટાકામાં ખાંડનું પ્રમાણ માપવા માટે સરળ પદ્ધતિ વિકસાવાઇ છે
કેન્દ્રીય બટાકા સંશોધન કેન્દ (સીપીઆરઆઈ), સિમલાએ બટાકામાં ખાંડનું પ્રમાણ તપાસવા માટે સરળ અને સાદી પદ્ધતિ વિકસાવી છે. આ ખેડૂતોને ઘરે જ બટાકામાં ખાંડનું પ્રમાણ માપવા માટે સક્ષમ બનાવશે આ વસ્તુ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે બટાકાનું ઉત્પાદન કરનારા ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે. ડીપસ્ટિક પદ્ધતિ • કેન્દ્રીય બટાકા સંશોધન કેન્દ્ર (સીપીઆરઆઈ), સિમલાએ બટાકામાં ગ્લુકોઝનું પ્રમાણ ચકાસવા માટે ડીપસ્ટિક પદ્ધતિ વિકસાવી છે. • જો બટાકાને કાપી અને ડીપસ્ટિક 5 મિનિટ માટે પણ રાખવામાં આવે તો ગ્લુકોઝ તે ભાગ સાથે પ્રક્રિયા કરે છે અને અંદરના ભાગને ચોક્કસ રંગ મળે છે. • બટાકામાં ગ્લુકોઝનું પ્રમાણ દર્શાવવા માટેનો રંગ નિરીક્ષણનો ચાર્ટ તેની સાથે આપવામાં આવે છે. તે બટાકામાં ગ્લુકોઝનું ચોક્કસ પ્રમાણ સૂચવે છે. • પસંદ કરેલ 2 થી 5 બટાકા અડધે સુધી ઊંડે કાપવામાં આવે છે. કાપેલા ભાગમાં ડીપસ્ટિક 5-10 સેકન્ડ માટે રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, ડીપસ્ટિક બટાકામાંથી પર્યાપ્ત રસ શોષી લે છે. • પછી ડીપસ્ટિક બટાકામાંથી કાઢવી અને 5 મિનિટ માટે રાખવી. આ સમયગાળા દરમિયાન બટાકાના રસમાં ડીપસ્ટિક પર રાસાયણિક પ્રક્રિયા થાય છે (તે બિંદુ જ્યાં તે ડૂબી હતી) અને તેના રંગમાં ફેરફાર થાય છે. • ગ્લુકોઝનું પ્રમાણ તેની સાથે આપવામાં આવેલ રંગ નિરીક્ષણ ચાર્ટ સાથે મેળ ખાતી દ્વારા જાણી શકાય છે.
ડીપસ્ટિકની લાક્ષણિકતાઓ • ખૂબ સંવેદનશીલ: જો બટાકામાં ગ્લુકોઝની ખૂબ ઓછી ટકાવારી એટલે કે 50 પીપીએમ હોય, તો તેને ડીપસ્ટિકનો ઉપયોગ કરીને શોધી શકાય છે. જો બટાકામાં ગ્લુકોઝની ટકાવારી 1000 પીપીએમ કરતાં ઓછી હોય, તો તે પ્રક્રિયા માટે યોગ્ય માનવામાં આવે છે. • સંભાળવા માટે સરળ: આ પદ્ધતિ ખૂબ જ સરળ છે અને અભણ ખેડૂત પણ સરળતાથી તેનો ઉપયોગ કરી શકે છે. • ગ્લુકોઝ પરીક્ષણ માત્ર 5 મિનિટમાં કરવામાં આવે છે. • ડીપસ્ટિક 2 વર્ષ સુધી ટકી રહે છે. • તમામ જાત માટે ગ્લુકોઝ પરીક્ષણ, બધી સ્ટોરેજ પદ્ધતિઓ અને બટાકાની કંદની વૃદ્ધિનાં તમામ તબક્કા માટે ઉપયોગી. સંદર્ભ- એગ્રોવન 12 ડિસેમ્બર 17
54
1