AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટાકામાં કોમન સ્કેબની સમસ્યા
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
બટાકામાં કોમન સ્કેબની સમસ્યા
🥔બટાકાનો પાક હવે તૈયાર થઈ ગયો છે.ટૂંક સમયમાં કાપણી પણ ચાલુ થઈ જશે.પરંતુ વેચાણ સમયે ખેડૂતોને જે પ્રશ્ન નો સામનો કરવો પડે છે એ છે સ્કેબ (ભીંગડા નો રોગ).જેનાથી તેમને યોગ્ય બજારભાવ મળી રહેતા નથી.તો આજે આપને તેના લક્ષણો અને નિયંત્રણ વિશે વાત કરીશું. 🥔આ રોગમાં છોડ ઉપર કોઈ પણ પ્રકારનાં લક્ષણો જોવા મળતા નથી પરંતુ બટાટાના કદ ઉપર રતાશ પડતા પાછા ભુખરા રંગના ગોળાકાર કાટખુણા આકારના ઊપસી આવેલ અથવા દબાયેલ ભીંગડા જોવા મળે છે. જેથી બટાટાની ગુણવતા ખૂબ જ ઘટી જાય છે.આ રોગ બીજજન્ય છે જે બિયારણ મારફતે ફેલાય છે. એક વખત જમીનમાં દાખલ થયા પછી તે જમીનજન્ય બને છે. 🥔જો તેના નિયંત્રણ વિશે વાત કરીએ તો :- # ઉપદ્રવ લાગેલ પ્લોટમાં ચોમાસામાં લીલો પડવાસ કરવો તેમજ ઉનાળામાં ઊંડી ખેડ કરી જમીન તપવા દેવી. # ઉપદ્રવ લાગેલ પ્લોટમાં પ્રતિ વર્ષે બટાટાનો પાક ન લેતા પાકની ફેરબદલી તરીકે રજકા બાજરીનો પાક લેવો. # રોગીષ્ટ પ્લોટમાં બટાટાને ટૂંકા ગાળે પિયત આપી જમીન ભેજવાળી રાખવી. # રોગમુક્ત બિયારણ વાપરવું.તથા વાવેતર કરતી વખતે બીજ ને પટ આપીને વાવેતર કરવું. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
9
4
અન્ય લેખો