AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટાકાની ખેતી માટે બીજની યોગ્ય પસંદગી કરો !
સલાહકાર લેખAgrostar
બટાકાની ખેતી માટે બીજની યોગ્ય પસંદગી કરો !
♦️ બટાટા એક અગત્યનો શાકભાજીનો રોકડીયો પાક છે. ધાન્ય પાકોની સરખામણીમાં એકમવિસ્તાર અને ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપે છે. આ પાક એકમ વિસ્તારમાંથી ઘઉં કરતા આશરે સાતગણું, ડાંગર કરતા નવગણું અને મકાઈ કરતાં અગિયાર ગણું ઉત્પાદન આપે છે. 👨‍🌾બિયારણની પસંદગી ♦️ સારી ગુણવત્તા ધરાવતું રોગમુક્ત બિયારણ પસંદ કરવું જોઈએ. ♦️ બહારના રાજ્યોમાંથી જયારે બીજ લાવવાનું થાય ત્યારે તે બટાકાના બીજજન્ય રોગો જેવા કોમન ફેબ, બટાટાના ચાઠાના રોગ તથા બટાટાના બંગડીના રોગથી મુક્ત હોવું જોઈએ. ♦️ બટાટાની જાત વધારે ઉત્પાદન આપતી હોવી જોઈએ. ♦️ રોગ અને જીવાત સામે પ્રતિકારક શક્તિ ધરાવતી હોવી જોઈએ. ♦️ કંદનો રંગ, ચમક અને આકાર સારા હોવા જોઈએ. ♦️ પસંદ કરેલ જાતની સંગ્રહશક્તિ સારી હોવી જોઈએ. ♦️ હેતુને ધ્યાને લઈ નીચેની જાતો પસંદ કરવી. ♦️ કચીચારા માટે : કુફરી પુખરાજ, કુફરી અશોકા, કુફરી સતલજ, કુફરી ખ્યાતી ♦️ ફેન્ચ ફ્રાઈ માટે : કુફરી ચંદ્રમુખી, કુફરી સૂર્યા ઢગલા પદ્ધતિથી સંગ્રહ કરવા માટે : કુકરી બાદશાહ, કુફરી જવાહર, કુફરી બહાર, ફુકરી સતલજ, કુફરી પુષ્કર ♦️ પ્રોસેસીંગ માટે : કુફરી ચિપ્સોના-૧, કુફરી ચિપ્સોના-૨, કુફરી ચિપ્સોના-૩, કુફરી ચંદ્રમુખી, કુફરી લૌકર, કુફરી જ્યોતિ, કુફરી એટલાન્ટીક બટાકાની કાપણી પછી સીધા વેચાણ માટે : કુફરી બાદશાહ, કુફરી પુખરાજ, કુફરી સતલજ ♦️ બીજનો દર : વાવણી માટે ૧ હેક્ટરે ૨૫૦૦થી ૩OO0 કિ.ગ્રા. બિયારણ જરૂર રહે છે. બિયારણનો આખા કંદનો વાવણી માટે ઉપયોગ કરો. બિયારણ ટુકડા ૨૫થી ૪૦ ગ્રામ વજનના કરવા જોઈએ. 👨‍🌾 બીજ માવજત ♦️ એક હેક્ટર વાવેતર માટેના બટાટાના ટુકડાને વાવણી પહેલાં મેન્કોઝેબ ૧ કિલો દવા સાથે ૫ કિ.ગ્રા. શંખજીરૂનું મિશ્રણ કરી દેવાની સૂકી માનવત આપવી. જેથી બટાટામાં થતો કહોવારો અટકાવી શકાય તથા પાકનો ઉગાવો સારો અને એક સરખો મેળવી શકાય. ♦️ દવાની માવજત આપેલ ટુકડાને ૮-૧૦ કલાક ખુલ્લાં છાંયામાં સુકવ્યા પછી જ વાવેતરમાં ઉપયોગ કરવો. ♦️ બટાટા કોલ્ડ સ્ટોરેજમાંથી કાઢ્યા બાદ ૭ થી ૮ દિવસ પછી તેની આંખો જુવારના દાણા જેવડી થાય ત્યારે તેનો વાવેતરમાં ઉપયોગ કરવો જોઈએ. વધુ આગામી અંકમાં પ્રસીધ્ધ થશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Agrostar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
0
અન્ય લેખો