કૃષિ વર્તાVTV ગુજરાતી
બજેટ 2022 ! જાણો ખેડૂતો માટે શું છે બજેટમાં ખાસ !
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં કૃષિ ક્ષેત્ર માટે જુદી-જુદી જાહેરાત કરવામાં આવી છે.
કૃ઼ષિ સેક્ટર માટે મોટી જાહેરાત
👨🌾 ખેડૂતોને MSP માટે 2.7 લાખ કરોડની ફાળવણી
👨🌾 ડ્રોનથી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે
🌾 કેમિકલ મુક્ત ખેતીનું નિર્માણ કરાશે
👨🌾 વર્ષ 2023ને મેગા અનાજ વર્ષ જાહેર કરવામાં આવશે
👨🌾 તેલિબિયાનું ઉત્પાદન વધારવામાં આવશે
🌊 5 નદીઓને પરસ્પર જોડવામાં આવશે
🌊 ગંગા કિનારે ખેડૂતોના વસવાટને મદદ કરાશે
👨🌾 સિંચાઇ અને પીવાના પાણીની યોજનાઓમાં વધારો કરાશે
👨🌾 ફળ અને શાકભાજીના ખેડૂતોને પેકેજ મળશે
👨🌾 એગ્રી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવા પર ફોકસ
👨🌾 કૃષિ સ્ટાર્ટઅપને NABARDથી ફન્ડિંગ કરાશે
👨🌾 રાજ્ય સરકારને શિક્ષણ કોર્ષમાં ખેતીને રાખવા પ્રોત્સાહન કરાશે
ઓર્ગેનિક ખેતી પર સરકારનો ભાર, ખેડૂતોને ડિઝિટલ સર્વિસ મળશે
નાણામંત્રીએ બજેટમાં કહ્યું કે ઓર્ગેનિક ખેતી પર સરકારનો ખાસ ભાર છે ખેડૂતોને ડિઝિટલ સર્વિસ મળશે. બજેટમાં નાણામંત્રીની આ મોટી જાહેરાત છે.
સંદર્ભ : VTV ગુજરાતી,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.