AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બજેટ પહેલા જ ગેસના ભાવમાં કડાકો, જાણો કિંમત !
સમાચારઝી ન્યુઝ
બજેટ પહેલા જ ગેસના ભાવમાં કડાકો, જાણો કિંમત !
વધતી મોંઘવારીએ લોકોની કમર તોડી રાખી છે. પરંતુ આ વચ્ચે એક રાહતના સમાચાર એ પણ છે કે, ફેબ્રુઆરીના પહેલા જ દિવસમાં કમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવમાં 91.5 રૂપિયાનો ઘટાડો થયો છે. પેટ્રોલિયમ કંપનીઓએ આજથી કમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો થયો છે. જોકે, ઘરેલુ ગેસની કિંમતમા કોઈ બદલાવ આવ્યો નથી. થોડી વારમાં ફાઈનાન્સ મંત્રી બજેટ રજૂ કરશે. કમર્શિયલ સિલેન્ડરના વધતા ભાવ: ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફેબ્રુઆરી મહિનામાં ઘરેલુ ગેસની કિંમત જાહેર કરી દીધી છે. તેના અનુસાર, વગર સબસીડીવાળા સિલેન્ડરની કિંમત માં કોઈ બદલાવ નથી થયો. તેના અનુસાર, વગર સબસીડીવાળા સિલેન્ડરની કિંમતમાં કોઈ બદલાવ નથી આવ્યો. દિલ્હીમાં ઘરેલુ ગેસની કિંમત વગર કોઈ બદલાવના 899.5 રૂપિયા છે. તો તેલ કંપનીઓએ કમર્શિયલ ગેસની કિંમતમાં ઘટાડો કર્યો છે. ઈન્ડિયન ઓઈલ એ 19 કિલો કમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવમાં 9.15 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેના બાદ નવી દિલ્હીમાં 19 કિલોગ્રામ વાળા ગેસ સિલેન્ડરની કિંમત 1907 રૂપિયા થઈ ગઈ છે. ગત મહિને થયો તો ઘટાડો: ગત મહિને એટલે કે જાન્યુઆરી 2022 માં LPG Gas Cylinder ની કિંમતમાં 102.50 રૂપિયાનો ઘટાડો થયો હતો. આ જ ક્રમે ફેબ્રુઆરીના પહેલા દિવસે બજેટ રજૂ થવાના પહેલા ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે. પરંતુ 14 કિલોગ્રામ વાળા ગેસ સિલેન્ડરની કિંમતમાં કોઈ બદલાવ થયો નથી. તમને જણાવી દઈએ કે, દર મહિનાની પહેલી તારીખે ઘરેલુ ગેસ સિલેન્ડરની કિમતમા બદલાવ થાય છે. સબસિડી અંગે સરકારની શું યોજના છે? સબસિડી આપવા અંગે સરકાર દ્વારા હજુ સુધી કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. પરંતુ અત્યાર સુધી મળેલી માહિતી મુજબ 10 લાખ રૂપિયાની આવકનો નિયમ અમલમાં રાખવામાં આવશે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે બાકીના લોકો માટે સબસિડી સમાપ્ત થઈ શકે છે. અત્યારે શું છે સબસિડીની શું સ્થિતિ? છેલ્લા ઘણા મહિનાઓથી કેટલીક જગ્યાએ એલપીજી પર સબસિડી બંધ કરી દેવામાં આવી છે અને આ નિયમ મે 2020થી ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કોરોના મહામારી દરમિયાન ક્રૂડ ઓઈલ અને ગેસની કિંમતોમાં સતત ઘટાડો થયા બાદ જ આ પગલું લેવામાં આવ્યું છે. જો કે, આ સમય સુધી સરકારે એલપીજી સિલિન્ડર પરની સબસિડી સંપૂર્ણપણે બંધ કરી નથી. સંદર્ભ : ઝી ન્યુઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
1
અન્ય લેખો