યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ફ્રી સિલાઈ મશીન યોજના
✅ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના 2024 બહાર પાડવામાં આવી છે. મહિલાઓ ઘરેબેઠા જ સ્વરોજગારી કરી આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામા આવે છે.
ફ્રી સિલાઈ મશીન યોજના 2024 નો મુખ્ય હેતુ
✅ગુજરાત સરકારની ફ્રી સિલાઈ મશીન યોજના 2024નો હેતુ રાજ્યમાં ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવાનો છે.
✅ફ્રી સિલાઈ મશીન યોજના 2024 શ્રમિક મહિલાઓને સશક્ત બનાવશે અને તેમને આત્મનિર્ભર બનાવશે અને ફ્રી સિલાઈ મશીન યોજના ગ્રામીણ મહિલાઓને તેમની આર્થિક પરિસ્થિતિ સુધારવામાં મદદ કરશે.
✅મહિલાઓ પોતાના ઘરમાં બેસીને કામ કરી શકે અને રોજગારી મેળવી શકે તે માટે આ યોજના લાગુ કરવામાં આવી છે.
✅આ યોજના હેઠળ યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારો ને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે.
યોજના માટે ની લાયકાત
✅માત્ર ગુજરાત રાજ્યના રહેવાસીઓ જ આ યોજનામાં અરજી કરી શકે છે.
✅અરજદારોની ઉંમર 20 અને 40 ની વચ્ચે હોવી જોઈએ.
✅ફ્રી સિલાઈ મશીન યોજના રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓ માટે જ ઉપલબ્ધ છે.
✅રાજ્યની વિધવાઓ અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
જરૂરી ડોક્યુમેન્ટ
✅આધાર કાર્ડ
✅રેશન કાર્ડ
✅ચુંટણી કાર્ડ
✅મોબાઇલ નંબર
✅પાસપોર્ટ સાઇઝ ફોટો
✅રહેઠાણનો પુરાવો
✅ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર અંગે નો દાખલો
✅અરજદારની જાતિ નો દાખલો
✅વાર્ષિક આવક નો દાખલો
✅અભ્યાસનો પુરાવો
✅વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
✅બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
✅એકરારનામું
✅જો અરજદાર વિકલાંગ હોય તો અપંગતા પ્રમાણપત્ર
✅જો અરજદાર મહિલા વિધવા હોય તો તેનું નિરાધાર પ્રમાણપત્ર
ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માટે અરજી કેવી રીતે કરવી?
✅કોઈપણ મહિલા જે આ યોજનામાં અરજી કરવા માંગે છે અને સરકાર દ્વારા આપવામાં આવેલ ફ્રી સિલાઈ મશીન લેવા માંગે છે, તો તેઓ આ અરજીનું ફોર્મ ઓનલાઈન ભરવા માટે https://e-kutir.gujarat.gov.in સતાવાર વેબસાઇટ માં ભરી શકો છો.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!