AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફ્રીમાં મળશે LPG ગેસ સિલિન્ડર, સરકારે કરી જાહેરાત !
સમાચારએગ્રોસ્ટાર
ફ્રીમાં મળશે LPG ગેસ સિલિન્ડર, સરકારે કરી જાહેરાત !
🔅તમે LPG ગેસ સિલિન્ડર ફ્રીમાં પણ મેળવી શકો છો. કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. જો તમે પણ પાત્ર છો, તો ઘરે બેસીને સરળ રીતે અરજી કરીને યોજનાનો લાભ લો. 🔅 તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લઈને તમારા ઘરમાં LPG ગેસ કનેક્શન લેવા માંગો છો, પહેલા આ યોજનાની સત્તાવાર વેબસાઇટ www.pmuy.gov.in પર જવું પડશે. તેના પછી તમને સ્ક્રીન પર ત્રણ વિકલ્પો દેખાશે, જ્યાં Indane, HP અને Bharat Gas લખેલું હશે. તમારે તેમાંથી એક ગેસ કંપની પસંદ કરવાની રહેશે જેની તમે સુવિધા લેવા માંગો છો. તેના પછી તમને તમારી જરૂરી માહિતી અહીં પૂછવામાં આવશે, તેને ભરો અને સબમિટ પર ક્લિક કરો. આ સિવાય તમે આ ફોર્મ ભરીને તમારી નજીકની ગેસ એજન્સીમાં પણ સબમિટ કરી શકો છો. જે બાદ તમને ગેસ કનેક્શન સાથે સિલિન્ડર આપવામાં આવશે. જે સંપૂર્ણ ફ્રી હશે. શરતો : 🔅 જો કે આ સ્કીમ માત્ર મહિલાઓ માટે છે. આ યોજના માટે અરજી કરનાર મહિલા ગરીબી રેખા નીચે રહેતી હોવી જોઈએ. ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. આ સિવાય તેના ઘરમાં પહેલાથી જ LPG કનેક્શન ન હોવું જોઈએ. જો તમે પાત્ર છો તો તમે અરજી કરી શકો છો. જરૂરી દસ્તાવેજો : ✔ આધાર કાર્ડ, ✔ મતદાર આઈડી કાર્ડ, ✔ બીપીએલ રેશન કાર્ડ, ✔ બેંક એકાઉન્ટ, ✔ એક પાસપોર્ટ સાઈઝ ફોટો ✔ જો તમારી પાસે આ બધા દસ્તાવેજો છે, તો તમે તરત જ અરજી કરી શકો છો અને યોજનાનો લાભ લઈ શકો છો. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
7
અન્ય લેખો