યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ફ્રી...ફ્રી..ફ્રી... સરકારની આ યોજના માં હવે......
📢 જો તમે પણ ઘરે બેઠા સિવણ કામ કરીને તમારી આવક મેળવવા ઈચ્છો છો તો આ યોજના તમારા કામની છે. કેન્દ્ર સરકારે થોડા દિવસો પહેલા ‘ફ્રી સિલાઈ મશીન સ્કીમ 2022′ લોન્ચ કરી હતી.
📢 કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને શ્રમજીવી મહિલાઓને વિનામૂલ્યે સિવણ મશીન આપવામાં આવે છે. આ યોજના દ્વારા મહિલાઓ ઘરે બેઠા સિવણ મશીન વડે રોજગાર શરૂ કરી શકે છે. સિવણ મશીન મેળવવા માટે તમારે અરજી કરવી પડશે. આ યોજના દરેક રાજ્યની 50,000 મહિલાઓ માટે બનાવવામાં આવી છે.
📢 20 થી 40 વર્ષની વયજૂથની મહિલાઓ ફ્રી સિલાઈ મશીન સ્કીમ 2022 હેઠળ અરજી કરી શકે છે.
જરૂરી ડોક્યુમેન્ટ :
📢 આધાર કાર્ડ,
📢 જન્મતારીખનું પ્રમાણપત્ર,
📢 આવકનો દાખલો,
📢 પાસપોર્ટ સાઇઝનો ફોટો
📢 મોબાઇલ નંબર વગેરે
📢 અરજદાર વિકલાંગ અથવા વિધવા હોય તો તેની પાસે સંબંધિત પ્રમાણપત્ર હોવું જોઈએ.
✔ સૌથી પહેલા www.india.gov.in પર જાઓ.
✔ અહીંથી મફત સિવણ મશીન મેળવવા માટે આપેલ અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
✔ આ પછી આ અરજી ફોર્મમાં તમારી વિગતો ભરો.
✔ અંતે, તમારા માટે પૂછવામાં આવેલા દસ્તાવેજોની ફોટો જોડો.
✔ પતિની આવક 12,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. આ યોજના હેઠળ માત્ર આર્થિક રીતે નબળી મહિલાઓ જ અરજી કરવા પાત્ર હશે.
સંદર્ભ : એગ્રોસ્ટાર.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.