સલાહકાર લેખવ્યાપાર સમાચાર
ફોન પાણી/ વરસાદ માં પલળી ગયો ? કરો આવો ઉપાય !
મિત્રો આ સમય માં મોબાઈલ ફોન હવે સામાન્ય થઇ ગયો છે અને દરેક જોડે આધુનુક સ્માર્ટ ફોન રહેતો જ હોય છે. ખેડૂત મિત્રો દિવસ રાત સતત કામ કરતાં હોય છે. શીર્ષક મુજબ વાત કરીયે તો, આવી વરસાદી સીઝન કે પાણી વાળતી વખતે ક્યારેક ફોન પાણી માં પલળી જવાના કિસ્સા સમસ્યા આવતી હોય છે તો આજ ના આ લેખ માં આવી સમસ્યા માં ફોન ને કેવી રીતે બચાવી શકાય તેની માહિતી વિગતવાર જાણીયે. વરસાદમાં ભીનો થયેલા મોબાઈલને ખરાબ થતો બચાવવાની રીત : • વરસાદમાં મોબાઈલ ભીનો થાય તો સૌપ્રથમ તેને સ્વીચઓફ કરી દો... • ત્યારબાદ મોબાઈલમાંથી બેટરી અને સીમ-કાર્ડ કાઢી દો. • ત્યારબાદ એક કોરું કપડું લો અને તેનાથી મોબાઈલ, બેટરી, સીમ-કાર્ડને સાચવેતીથી સારી રીતે સાફ કરી દો. • તમારો ભીનો થયેલો મોબાઈલ, બેટરી અને સીમ-કાર્ડને થોડીવાર માટે પંખા નીચે મુકી દો. • એ યાદ રહે કે, કોઈપણ ગરમ વસ્તુ તમારા મોબાઈલ, બેટરી અને સીમ-કાર્ડને ખરાબ કરી શકે છે. • ત્યારબાદ માત્ર તમારો મોબાઈલ ચોખાના ડબ્બામાં એક દિવસ માટે ચોખામાં દબાઈને મુકી દો. આ પદ્ધતી અનુસરતી વખતે એ યાદ રહે કે, મોબાઈલમાં હેડફોન જેકમાં ચોખાનો દાણો ન જાય. • ઘણા લોકો મોબાઈલ સુકવવા માટે હેરડ્રાયનો ઉપયોગ કરે છે, પણ તે નુકસાનકારક હોય છે. કારણ કે હેરડ્રાઈની ગરમ હવા તમારા મોબાઈલના ઘટકોને નુકસાન કરી શકે છે. એટલે મોબાઈલ સુકવવા માટે ક્યારે હેરડ્રાઈવનો ઉપયોગ ન કરો.
સંદર્ભ : વ્યાપાર સમાચાર . માહિતી ને લાઈક કરી આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
42
13
અન્ય લેખો