ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ફેરોમોન ટ્રેપ્સની કેટલીક ટીપ્સ !
👉 સેન્દ્રીય અને ચીલા-ચાલુ ખેતીમાં ફેરોમોન ટ્રેપ્સનો ઉપયોગ ખૂબ જ મહત્વનો છે. 👉 ફેરોમોન ટ્રેપ્સ એ સંકલિત જીવાત વ્યવસ્થાપન (આઇપીએમ)માં એક કરોડરજ્જુ સમાન છે. 👉 ટ્રેપમાં આવેલ સેપ્ટા (રબ્બરની ટોટી)માં અમૂક પ્રકારના ભરેલ રસાયણથી નર ફૂદી જ આવે છે. 👉 નરનું પ્રમાણ ઓછું થતા માદા બિનફળાઉ ઇંડા મુંકતી હોવાથી તેમાંથી ઇયળ નીકળતી નથી. 👉 ફેરોમોન ટ્રેપ્સ ફળમાખી, લીલી/ લશ્કરી/ કાબરી/ ગુલાબી/ હીરાફૂદાની/ ગાભમારાની ઇયળ, ઘોડિયા/ પાનકોરીયાની/ રીંગણની ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળ, નારિયેલનું લાલ સૂઢિયુ, સફેદઘૈણ વગેરે માટે મળે છે. 👉 આ ટ્રેપ્સ જે જીવાતના હોય તેના જ નર ફૂદાઓ આકર્ષાય છે. 👉 એક જ ટ્રેપ ઉપર જૂદી જૂદી જીવાતની લ્યુર લગાવવી નહિં. 👉 ટ્રેપની લ્યુર પાકની ઉંચાઇએથી અડધા થી એક ફૂટ ઉપર રહે તે પ્રમાણે ગોઠવવા. 👉 જેમ જેમ પાકની ઉંચાઇ વધતી જાય તેમ તેમ ટ્રેપની ઉંચાઇ પણ વધારવી. 👉 બે ટ્રેપ વચ્ચે ઓછામાં ઓછું ૧૦ મીટર જેટલું અંતર અવશ્ય રાખવું. 👉 પાકની વાવણીથી છેક લણની સુધી ટ્રેપ ખેતરમાં રાખવા. 👉 ટ્રેપ્સ ગોઠવવ્યા પછી તેમની જગ્યા વારંવાર બદલવી નહિ. 👉 ટ્રેપ્સ ઉપર કોઇ પણ સંજોગોમાં દવાનો છંટકાવ કરવો નહિ. 👉 ટ્રેપમાં આવેલ લ્યુર (રબ્બરની ટોટી) મહિને બદલવી. 👉 કેટલાક ફેરોમોન ટ્રેપ્સની લ્યુર વધારે દિવસ સુધી ચાલતી હોય છે. 👉 ખરીદેલ લ્યુર તેના પેકીંગમાં ફ્રીજમાં જ સંગ્રહ કરવો. 👉 પેકેટ તોડ્યા પછી જલ્દીથી ઉપયોગ કરી લેવો. 👉 મોજણી માટે ઓછામાં ઓછા પાંચ અને નિયંત્રણ માટે ૨૫-૪૦ ટ્રેપ્સ પ્રતિ હેક્ટરે લગાડવા. 👉 મોજણી માટેના ટ્રેપ્સમાં ૫ કે તેથી વધારે ફૂદીઓ સતત ૫-૭ દિવસ સુધી દરરોજ પકડાતી હોય તો જે તે જીવાત માટે જંતુનાશકોનો ઉપયોગ કરવો. 👉 ટ્રેપ્સમાં પકડાયેલ ફૂદા અઠવાડિયામાં બે વાર કાઢી નાશ કરવા. 👉 ટ્રેપ્સને કુતરા કે અન્ય પ્રાણી બગાડે કે નુકસાન ન કરે તેની કાળજી રાખવી. 👉 સામૂહિક ધોરણે બધાં ખેડૂતો મૂંકે તો પરિણામ સારું અને ઝડપી મળે છે. 👉 ટ્રેપ્સ ગુણવત્તા જાળવવા માટે સારી કંપનીના જ ટ્રેપ્સ ખરીદવા. 👉 ટ્રેપ્સને છોડ ઉપર જ ન લટકાવતા તેમને અલગ લાકડાના કે લોખંડના સળિયા ઉપર ગોઠવવા. 👉 લાકડાનાં ડંડાને લાંબે ગાળે ઉધઇ ન લાગે તેની કાળજી રાખવી. 👉 ટ્રેપ્સ “વોટર ટ્રેપ્સ”ના સ્વરૂપ પણ મળે છે (રીંગણની ઇયળ) કે જેમા પાણીનું લેવલ જાળવવું. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
68
11
સંબંધિત લેખ