AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફૂલ પાકોના ઔષધિય ઉપયોગ !
ફૂલ-પાકોસંદેશ
ફૂલ પાકોના ઔષધિય ઉપયોગ !
કબજીયાત મટાડવાઃ ગુલાબની સૂકી પાંદડીમાં સમભાગે સાકર નાખી, ખાંડીને ચૂર્ણ રોજ રાત્રે ૧૦ ગ્રામ પાણી સાથે લેવું. નેત્રરોગના દરદીને ગરમીથી આંખો લાલ રહેતી હોય તોઃ તેણે આંખમાં ગુલાબ જળના ટીપા પાડવાથી ખૂબ ફાયદો જણાય છે. વાઈ - મૂર્છા આવી જાય ત્યારેઃ ગુલાબ જળમાં રૂનું પૂમડું બોળીને નાક, મોં તથા આંખો ઉપર લગાડવું. પિત્ત વિકાર થાય ત્યારે : રોજ સવારે દસેક પાંખડી ચાવી જવી અને રોજ બપોરે જમ્યા પછી એક ચમચો ગુલકંદ ખાવો. કમળ : કમળના ફૂલ , પાન અને કંદ એમ ત્રણેય ઔષધરૂપે વપરાય છે. વાળ કાળા કરવાઃ દૂધ સાથે કાળા કમળના ફૂલ મેળવી કૂલડીમાં નાખી એક મહિનો દાટી રાખવા, ત્યારબાદ તે માથામાં લગાડતા રહેવાથી ધોળા થઈ ગયેલા વાળ કાળા થઇ જાય છે. કૃમિને કારણે દાંત ખવાઈ ગયા હોય કે કાળા પડી ગયા હોય તો કમળના મૂળનું સવારે ને રાત્રે દાતણ કરવું. આકડો: આકડાના દૂધમાં તીક્ષ્ણ વિરેચનનો ગુણ છે. તેનું દૂધ આંખમાં પડે તો નુકસાન થવા સંભવ છે. મેલેરિયા મટાડવાઃ આકડાની ડાંડલીથી હલાવીને બનાવેલો ૪૦૦ ગ્રામ દૂધનો પૈડો નરણા કોઠે એક જ વખત ખાવાથી જિદગીભર મેલેરિયા પ્રાયઃથતો નથી અથવા આકડાનું એક કોમળ પાન નાગરવેલના પાન સાથે ખાઈ જવું. ખોડો કે ઉંદરી થાય ત્યારે: આકડાનું દૂધ માથે લગાડવાથી ખૂબ જ લાભ થાય છે. મોંની કાળાશ દૂર કરવાઃ આંકડાના દૂધમાં હળદર મેળવી લેપ કરવાથી લાંબા સમયની મોં પરની કાળાશ દૂર થાય છે. નોંધ : કોઈ પણ ઉપાય કરતા પહેલા એક વાર ડોક્ટર ની સલાહ જરૂર લેવી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : સંદેશ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
14
4