AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફૂલોનો રાજા તમારું નસીબ પણ ચમકાવી શકે છે!
સફળતાની વાર્તાએગ્રોસ્ટાર
ફૂલોનો રાજા તમારું નસીબ પણ ચમકાવી શકે છે!
🌹 આ ગુલાબનું ખેતર રાંચીના નાગડી બ્લોકના ટિકરાટોલી ગામમાં છે. આ ખેતર કલાવતી દેવીનું છે. એક સમય એવો હતો કે, જ્યારે અન્ય ખેડૂતોની જેમ કલાવતીનો પરિવાર પણ શાકભાજી અને અન્ય પાકની ખેતીના આધારે જીવતો હતો. પરંતુ આ બદલાતા યુગમાં આ પરિવારે ખેતી ક્ષેત્રે પણ નવો પ્રયોગ કર્યો છે. 🌹 કલાવતીના પુત્ર રાહુલ કુમારે સોશિયલ મીડિયાની મદદથી માહિતી એકઠી કરી અને ગુલાબના ફૂલ સાથે રોજગાર વધારવાનું સપનું જોયું. સપનું પૂરું કરવા મહારાષ્ટ્રના પુણેથી 2 હજાર ગુલાબના છોડ સાથે નવી ઇનિંગ શરૂ કરી. પ્રથમ વર્ષમાં ઘણી સમસ્યાઓ નડી. નફો તો થયો, પણ વધુ નફો કઈ રીતે થઈ શકે, એ પણ શીખવા મળ્યું. 🌹 આજે કલાવતી દેવીએ મહિલા સમિતિની મદદથી અને પોતાના રોકાણથી 25 ડેસિમિલ જમીનમાં ગુલાબની ખેતી કરી છે. અહીં તમને દરેક જગ્યાએ ગુલાબ જોવા મળશે. રાહુલ જણાવે છે કે, આ બગીચામાંથી દરરોજ ગુલાબ લાવવામાં આવે છે. તેના પેકેટ બનાવવામાં આવે છે. અત્યારે જેટલી માંગ છે તેટલી સપ્લાય કરવી પણ મુશ્કેલ છે. 🌹 તોડેલા ગુલાબના પેકેટ બનાવવામાં આવે છે. આ લોકો વેપારીને 200 રૂપિયા પ્રતિ પેકેટના ભાવે વેચે છે. એક પેકેટમાં 12 ગુલાબના ફૂલ હોય છે. 🌹 આખો પરિવાર આ નવા વ્યવસાયને વિસ્તારવામાં વ્યસ્ત છે. આ ધંધામાંથી આવક તો થઈ રહી છે. સાથે આ કરવાનો એક અલગ જ આનંદ છે. JSLPS એ આ રોજગાર માટે કલાવતીની જમીન પર ટપક સિંચાઈની સુવિધા પણ પૂરી પાડી છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
7