AgroStar
ફાયદો જ ફાયદો ! ડ્રોન ખરીદી પર 10 લાખ ની સબસીડી !
યોજના અને સબસીડીTV 9 ગુજરાતી
ફાયદો જ ફાયદો ! ડ્રોન ખરીદી પર 10 લાખ ની સબસીડી !
🚁 ખેડૂતો માટે ખેતી ખર્ચ ઘટાડવા અને ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિની નવી ટેક્નિકને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કૃષિ ડ્રોન પણ ખેતીના આધુનિક સાધનો પૈકી એક છે.જેનાથી ઓછા સમયમાં વધુ કામ થશે અને ખર્ચ પણ ઘટશે. 🚁 ડ્રોન ટેકનોલોજી અપનાવવી એ સમયની જરૂરિયાત છે અને તેનાથી ખેડૂતોને ફાયદો થશે. સરકાર કૃષિ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજીનો સમાવેશ કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. 🚁 ICAR સંસ્થાઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓને સબ-મિશન ઓન એગ્રીકલ્ચરલ મિકેનાઇઝેશન (SMAM) યોજના હેઠળ ડ્રોનની પ્રાપ્તિ, ભાડે રાખવા અને પ્રદર્શનમાં મદદ કરવા માટે ભંડોળની માર્ગદર્શિકા જાહેર કરી છે. મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ રકમ ડ્રોનની ખરીદી માટે કૃષિ મશીનરી તાલીમ અને પરીક્ષણ સંસ્થાઓ, ICAR સંસ્થાઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓને અનુદાન તરીકે આપવામાં આવશે. 🚁 આઠથી દસ લાખ રૂપિયાના કૃષિ ડ્રોન અગ્રણી કૃષિ સંશોધન અને કૃષિ તાલીમ સંસ્થાઓને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. બદલામાં, આ સંસ્થાઓ દેશભરમાં ડ્રોન છાંટવાની તાલીમ આપશે. ખેડૂતોને શક્ય તેટલી વહેલી તકે કૃષિ ડ્રોનના ઉપયોગ વિશે જાગૃત કરવા માટે FPO અને કૃષિ સાહસિકો માટે સબસિડીવાળા દરે કૃષિ ડ્રોન આપવામાં આવશે. જેથી તેનો ઉપયોગ વધી શકે. તેમજ દેશના દરેક ખેડૂત તેનો ઉપયોગ કરી શકે છે. સંદર્ભ : TV 9 ગુજરાતી , આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
50
7
અન્ય લેખો