ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ફળ કોરી ખાનાર ઈયળનું નિયંત્રણ
🐛હાલ ના વાતાવરણ ને અનુસાર રીંગણ ના પાકમાં જીવાત ane ઈયળ નો પ્રશ્ન વધારે હોય છે તો અને એમાંથી વધારે રીંગણની ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ નુકશાન વધારે કરે છે જેને કારણે ખેડૂત ને ઉત્પાદન અને ગુણવત્તા ઓછી આવે છે તો ચાલો જાણીએ આ ઈયળ નું સચોટ નિયંત્રણ
🐛ઇંડામાંથી નીકળતી ઇયળો શરૂઆતમાં છોડ નાનો હોય ત્યારે ડૂંખમાં દાખલ થઇ અંદરનો ગર્ભ ખાય છે જેથી ડૂંખો ચીમળાઇ જાય છે.
🐛જયારે ફળ બેસે ત્યારે નાની ઇયળો વજ્રમાં દાખલ થઇને ફળનો અંદરનો ગર્ભ કોરી ખાય છે અને કાણાંમાંથી તેની હગાર બહાર નીકળે છે. જેથી રીંગણ ખાવાલાયક રહેતા નથી.
🐛ઇયળનો વિકાસ પૂર્ણ થતા ફળમાં કાણું પાડી કોશેટામાં જવા માટે બહાર નીકળી આવે છે જેથી ઉપદ્રવ લાગેલા ફળ પર ગોળ કાણું દેખાય છે.
🐛જેના નિયંત્રણ માટે નુકસાન પામેલ રીંગણ અને ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડીને ઉંડો ખાડો કરી દાટી દેવી.
🐛ફેરોમોન ટ્રેપ પ્રતિ એકરે 12 - 16 ની સંખ્યામાં મુકવા અને 60 દિવસ પછી લ્યુરને બદલવા.
🐛વધુ ઉપદ્રવ જણાય ત્યારે કોપીગો ( ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ 9.3% + લેમ્બડા- સાયલોથ્રીન 4.6% ZC) 8 મિલી પ્રતિ પંપ (15 લીટર પાણી) પ્રમાણે છંટકાવ કરવો.
🐛આ દવાની સાથે પાક માં સારા ફૂલ-ફાલ અને છોડ ના સારા વિકાસ માટે ફાસ્ટર દવાને 25 મિલી/ પંપ (15 લીટર પાણી) માં નાખી ને છંટકાવ કરી શકો.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!