ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ફણસ થી થશે બમ્પર કમાણી
દેશમાં લગભગ દર બીજી વ્યક્તિને ફણસનું શાકભાજી અથવા અથાણું પસંદ હોય છે. તમને જણાવી દઈએ કે,🎥 કટહલ નામની ફિલ્મ પણ રિલીઝ થઈ ચૂકી છે. આ 🎥ફિલ્મની કહાની ફણસ ની ચોરી પર આધારિત છે. ફિલ્મની વાત કરવામાં આવે તો ધારાસભ્યના ઘરેથી બે ફણસ ની ચોરી થાય છે. આ બે ફણસ ધારાસભ્ય માટે કેમ મહત્ત્વનું છે, તે ફિલ્મ જોઈને જ જાણી શકાશે. અહીંયા અમે તમને ફણસ ની ખેતી ક્યારે અને કેવી રીતે થાય છે, તે અંગે જણાવી રહ્યા છીએ. આવો જાણીએ આ ખેતી કરવાથીમાં વર્ષમાં કેટલો નફો થશે?
🌳ફણસ ના અલગ અલગ પ્રકાર હોય છે. ‘વિયેતનામ સુપર અર્લી’ સિવાય તમામ ફણસની એકર ખેતરમાં ખેતી કરી શકાય છે. જેમાં ફણસ ના 140 છોડ લગાવી શકાય છે. એક એકર ખેતરમાં ‘વિયેતનામ સુપર અર્લી’ ફણસના 250 છોડ લગાવી શકાય છે. આ તમામ છોડ ખેતરમાં 15 ફૂટના અંતરે લગાવવામાં આવે છે.
🌳છોડનું રોપણ કર્યાના પાંચ વર્ષ પછી ફણસ નું ઉત્પાદન શરૂ થઈ જાય છે. એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે આ છોડનું રોપણ કરવાનું હોય છે.ફણસની ખેતી કરવા માટે ભરપૂર માત્રામાં પાણીની જરૂરિયાત રહે છે, આ કારણોસર ખેતરમાં પાણીની ભરાય રહેવાની સમસ્યા ના હોય તો કોઈપણ ઋતુમાં ફણસ ની ખેતી કરી શકાય છે.
🌳આ ખેતીમાં ધ્યાન રાખવાની બાબત એ છે કે, ફણસ ની ખેતી માટે માત્ર સાફ પાણીની જરૂર હોય છે. ઉપરાંત જે જગ્યાએ ફણસના છોડ લગાવવામાં આવે છે, ત્યાં પાણીની માત્રા વધુ ના હોવી જોઈએ. ચાર વર્ષ પછી ફણસ નો એક છોડ 25 કિલો ફળ આપવાનું શરૂ કરે છે. ત્યાર પછી ઝાડ પાસેથી ક્વિન્ટલના હિસાબે ઉત્પાદન પ્રાપ્ત થાય છે. જેથી આ છોડ જેટલો વધુ વિસ્તારિત થશે, તેટલું વધુ ઉત્પાદન થશે.
કમાણીની વાત કરવામાં આવે તો પાંચ વર્ષ પછી એક છોડમાંથી 80 કિલો ફણસ નું ઉત્પાદન થઈ શકે છે. જેથી ફણસ ના 250 છોડમાંથી 20,000 કિલો ફણસ પ્રાપ્ત થશે. બજારમાં 40 રૂપિયે કિલો ફણસ મળે છે. આ પ્રકારે એક એકરમાં ફણસનો છોડ લગાવીને પાંચ વર્ષ પછી આઠ લાખ રૂપિયા સુધીને નફાની કમાણી કરી શકાય છે. સરકાર તરફથી આ છોડ માટે સબસિડી પણ આપવામાં આવે છે. જેથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ લાભ થશે.
👉સંદર્ભ : Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!