AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પ્લાસ્ટિકના કચરાની પશુઓ પર અસર
પશુપાલનએગ્રોવન
પ્લાસ્ટિકના કચરાની પશુઓ પર અસર
પશુઓ વધુ પ્રમાણમા પ્લાસ્ટિક આરોગે તો તેઓ ચારો ઓછો ખાય છે અને ઓછું પાણી પીએ છે જેથી પ્રાણીઓના દૂધનું ઉત્પાદન ઓછું થઈ જાય છે. આવી આડઅસરોને રોકવા માટે પશુઓનો આહાર તંદુરસ્ત અને સંતુલિત હોવો જોઈએ._x000D_ પરિણામ -_x000D_ • પ્લાસ્ટિકના ખાસ ગુણોને કારણે પશુઓ પ્લાસ્ટિકને સરળતાથી ગળી જાય છે; જો કે તે બિન-પાચક અને હાનિકારક છે તેથી ખાધા પછી પશુ ના પેટમાં જ અટકી રહે છે._x000D_ • પશુઓ દ્વારા ખુબ ઓછી માત્રામાં પ્લાસ્ટીક ખાવામાં આવે તો વધુ પ્રભાવ થતો નથી. પણ જો પ્લાસ્ટિકને વધુ માત્રામાં લેવામાં આવે તો પ્રાણીઓના સ્વાસ્થ્ય પર જોખમી અસરો જેવી કે અપચો, પાચનતંત્ર નબળું પડવું અને યકૃતના કાર્યમાં અવરોધ જેવા અન્ય રોગો થઈ શકે છે._x000D_ • પ્લાસ્ટિકની લવચીકતાના પરિણામે પેટમાં નાના વિભાગોનું નિર્માણ થાય છે જ્યાં ખોરાક સંગ્રહિત થાય છે અને ખોરાકનો આ અપચો મંદાગ્નિ તરફ દોરી જાય છે._x000D_ • પેટમાં વધુ પ્રમાણમા પ્લાસ્ટિકથી પેટનું સંકોચન થાય છે જે પાચન શક્તિ ઘટાડે છે._x000D_ • પેટમાં વધુ પ્લાસ્ટિકથી વાગોળવાની પ્રક્રિયા બંધ થાય છે કારણ કે પાચન કામગીરી ધીમી પડી જાય છે._x000D_ • એવા બેક્ટેરિયા જે પાચનતંત્રને મદદ કરે છે તે પેટના દબાણને અસર કરે છે. જે પ્રાણીના પીએચ સ્તરને અસર કરી શકે છે અને તેના લીધે પ્રાણીઓની માનસિકતા બગડે છે અને ભૂખ ઘટે છે.
પ્રાણીઓએ પ્લાસ્ટિક ખોરાક માં લીધું હોય તો તેના ચિહ્નો - • પ્રાણીઓ ચારો ઓછો ખાય છે અને પાણી પણ ઓછું પીએ છે. • પ્રાણીઓના દૂધના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. • ત્રણ મિનિટથી ઓછા સમય માટે પાચન પ્રવૃત્તિ બંધ પડી જાય છે. • પ્રાણીઓના છાણમાં ઘટાડો થાય છે. • પ્રાઇઓને વારંવાર પેટમાં સોજો આવે છે. • પ્રાણીઓના રક્ત પરીક્ષણોમાં કોઈપણ રક્ત અસર દર્શાવતા નથી. • પ્રાણીઓના શરીરનું તાપમાન, હૃદયના ધબકારા અને શ્વાસની ગતિ અસંગત રહે છે. સારવાર - પ્રાણીઓના પેટમાંથી પ્લાસ્ટિકને દૂર કરવાનો એકમાત્ર રસ્તો શસ્ત્રક્રિયા છે. નિવારક પગલાં - પશુઓના નિવાસ અને તેની આસપાસના વિસ્તારને પ્લાસ્ટિકથી મુક્ત રાખો. પ્લાસ્ટિકનો નિયંત્રિત ઉપયોગ કરો અને તેનો યોગ્ય રીતે નિકાલ કરો. સ્રોત- અગ્રોવન, 27 ડિસેમ્બર, 2018
383
0
અન્ય લેખો