AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પ્રોટીન અને ખનિજની જરૂરિયાતો પૂરી કરવા માટે પશુ આહાર
પશુપાલનએગ્રોવન
પ્રોટીન અને ખનિજની જરૂરિયાતો પૂરી કરવા માટે પશુ આહાર
જુવાર અને બાજરીનો ખોળ પ્રાણીના ચારા તરીકે ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિસ્તારોમાં આ ઘાસચારાની ખૂબ ઓછી ગુણવત્તા છે. પ્રાણીઓની પ્રોટીન અને ખનીજની જરૂરિયાતો પૂરી કરવા, તેમના ખોરાકમાં પૌષ્ટિક ઘટકો વાળા ખાદ્યનો સમાવેશ કરવો જરુરી છે. • પશુઓને કેવી રીતે અને કઈ ગુણવત્તાનો ઘાસચારો આપાય છે તે મુજબ, પશુ આહારમાં કેટલા પ્રમાણમાં પ્રોટીન અને ઉર્જાની જરૂર છે તે નક્કી થાય છે. • જાતે પશુ આહાર બનાવવા માટે, આપણે જુદા જુદા ઘટકોની અને તેમની બજાર કિંમત વિશેની માહિતી હોવી જરૂરી છે. • જો આપણી પાસે આવશ્યક ઘટકો અથવા નજીકના વિસ્તારમાં ઉપલબ્ધ ઘટકો અને જે સામાન્ય રીતે આહારમાં ઉપયોગમાં ન આવે તે વિશે માહિતી ન હોય, તો આપણે ઓછામાં ઓછી કિંમતમાં પશુઆહાર બનાવી શકતા નથી.
પશુઆહાર બનાવવા માટે જરૂરી ઘટકો • ઊર્જાના સ્ત્રોતો: (30 થી 40%) મકાઈ, જવ, ઘઉં, જુવાર, ઓટ વગેરે. • પ્રોટીનનાં સ્ત્રોતો: (25 થી 30%) કપાસના બીજની કેક, મગફળીનું કેક, સોયાબીન વગેરે. • અનાજના ગૌણ ઘટકો: (10 થી 40%) ઘઉંની થુલું , ડાંગરની થુલી, ટુકડી ચોખા, ક્રશડ ગ્રીન ગ્રામ, ક્રશડ તુવેર, ક્રશડ મસૂર અને ચણા વગેરે. • ગોળની રસી (7 થી 10%) • મીઠું: (1%) • યુરીયા: (0.5 થી 1.0 %) • ખનિજ અને મીઠાનું મિશ્રણ: (2%) પશુ આહાર તૈયાર કરવા માટેની રીત (100 કિગ્રા માટે) • પહેલા, પ્રોટીન અને ખનિજ સ્રોતો વાળા ઘટકોને અલગ દળી લો. • 25-30 કિલો પ્રોટીન અને 30-40 કિલો ઉર્જા સ્ત્રોતોને ભેગા કરો અને તેમાં અનાજના ગૌણ ઘટકો ઉમેરો. • ગોળની રસી ચીકણી હોય છે, એટલે તેને કાળજીપૂર્વક ઉમેરો. છેલ્લે, યુરિયા, મીઠું અને ખનીજ અને મીઠાનું મિશ્રણ ઉમેરો. • બધા ઘટકોને સારી રીતે ભેળવી દો અને મિશ્રણને એકીકૃત બનાવી દો અને તેને સૂકી જગ્યાએ હવા ચુસ્ત બેગમાં રાખો. શ્રેષ્ઠ પશુ આહારની લાક્ષણિકતાઓ • શ્રેષ્ઠ પશુ આહારમાં 18 થી 20% પ્રોટીન અને 65 થી 75% ઉર્જા હોવું જોઈએ • પશુ આહારમાં ભેજ 11% કરતાં વધારે ન હોવો જોઈએ. કારણ કે, ભેજવાળા પશુ આહારમાં ફૂગનો ઉપદ્રવ વધી શકે છે પશુઓને આહાર આપતી વખતે ... • જો પશુઓના ખોરાકમાં લીલી મકાઈ અને સાયલેજ અપાતું હોય, તો પશુ આહાર 25% ઓછો આપો. જો લ્યુસર્ન, બરસીમનો લીલા ચારો આપવામાં આવે છે, તો પશુ આહાર 50% ઓછો આપો. • પ્રથમ 7 થી 8 દિવસ પશુ આહારની માત્રામાં ધીમે ધીમે વધારો કરવો. નહિંતર તે પાચન પ્રક્રિયાને વિક્ષેપિત કરી શકે છે અને પેટમાં એસિડની માત્રામાં વધારો કરી શકે છે. • પ્રાણીની દૂધ ઉત્પાદન ક્ષમતાના આધારે 1,2,3 પ્રકારના પશુ આહારનો ઉપયોગ કરો. • જો તે સૂકા અથવા લીલા ઘાસચારા સાથે આપવામાં આવે, તો તે પાચન ક્ષમતા વધારે છે. • હંમેશાં પશુ આહાર સુકી જગ્યાએ રાખો અને પ્રાણીઓથી દૂર રાખો. સંદર્ભ- એગ્રોવન 10 નવેમ્બર 2017
49
0