પશુપાલનએગ્રોવન
પ્રાણીઓને લૂ લાગવાથી બચાવવા માટે નિવારક પગલાં
લૂ લાગવાના કારણો -
• ઉનાળામાં વધારે તાપામાનના કારણે
• ઉનાળામાં વાતાવરણમાં વધુ ભેજ
• હવાની અવર જવર સારી ણ હોય તેવું પ્રાણી આશ્રય
• ગરમ વાતાવરણમાં પ્રાણીઓને ચરવા માટે મોકલવા
• ઉનાળામાં પ્રાણીઓનું લાંબા અંતરનું પરિવહન
• પીવાના પાણીની અછત
લક્ષણો -
• શરીરનું તાપમાન વધીને 103 થી 107 ફેરનહીટ ડીગ્રી સુધી થવું.
• હૃદયના ધબકારા વધવા.
• પ્રાણીઓ જીભ બહાર કાઢે અને શ્વાસ લે, લાળ બહાર કાઢે.
• નાકમાંથી સ્ત્રાવ ઝરે.
• પ્રાણીઓ તરસ્યા બને.
• પ્રાણીઓ બેચેન બને. તેઓ શરીરનું સંતુલન ન જાળવી શકે.
• તે ચાલતી વખતે લથડાય છે અને પડી જાય છે.
• પ્રાણીઓ બેભાન થાય છે અને મૃત્યુ પામે છે.
પ્રક્રિયા -
• પ્રાણી આશ્રય હવાની અવરજવરવાળું હોવું જોઈએ.
• પ્રાણી આશ્રય સારી હવા ઉજાસવાળી જગ્યામાં રાખવું જોઈએ અથવા આશ્રયમાં પંખો લગાવો જોઈએ, જેથી હવાની અવરજવર થઇ શકે.
• પ્રાણીના શરીરને ભીનું રાખવું,જેથી શરીરનું તાપમાન ઘટે છે.
• વધુ માત્રામાં ઠંડુ પાણી પીવા માટે આપવું.
• પશુ ચિકિત્સકની સલાહ અનુસાર ઠંડુ ગ્લુકોઝ, સલાઈન આપવું.
• બીમાર પ્રાણીઓને છાયડામાં રાખવા જોઈએ.
નિવારણ -
• તીવ્ર ગરમીમાં પ્રાણીઓને ચરવા માટે મોકલવા નહિ.
• ગરમ વાતાવરણમાં પ્રાણીઓનું પરિવહન કરવું નહિ.
• પ્રાણીઓના શરીર પરના ખૂબ વધુ વાળ, ઉનને કાઢી નાખવા જોઈએ.
સંદર્ભ - એગ્રોવન 18 મે 18