AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા થઈ શકે છે મોટી જાહેરાત !
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા થઈ શકે છે મોટી જાહેરાત !
ગૌમુત્ર આધારિત સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો પ્રચાર ગુજરાતના રાજ્યપાલ દ્વારા થઇ રહ્યો છે. કૃષિક્ષેત્રે 7737 કરોડની ફાળવણી સરકાર દ્વારા થઈ છે. તેમાંય ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચનાની જાહેરાત આ વખતના બજેટમાં કરવામાં આવી છે. ઝીરો બજેટ ખેતી અને ઓર્ગેનિક ખેતીનો કન્સેપ્ટ વિકસી રહ્યો છે. ગુજરાતના ખેડૂતો પણ ધીરે ધીરે ઝીરો બજેટ ખેતી અને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે.ગુજરાતના ખેડૂતો હવે ધીમે ધીમે પ્રાકૃતિક અને જૈવિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે.. રાસાયણિક ખાતરથી થતી આડઅસર સામે હવે ખેડૂતો જાગૃત બન્યા છે. તેને જ લઈને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવાયેલી આ બેઠકમાં રાજ્યપાલ અને કૃષિમંત્રી પણ ઉપસ્થિત રહ્યા છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી યોજનાઓની પણ સમીક્ષા કરવામાં આવી છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્યમાં રાસાયણિક ખાતરોના સ્થાને ગૌમુત્ર આધારિત સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો પ્રચાર અને પ્રસાર ગુજરાતના રાજ્યપાલદ્વારા થઇ રહ્યો છે. જે લઈને આ મહત્વની બેઠકમાં તેમના સૂચનો પર પણ પ્રાકૃતિક ખેતી આધારિત નિર્ણયો લેવામાં આવશે. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને વધુ પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકાર દ્વારા ૨૦૦ લીટરનું ડ્રમ અને ૧૦ લિટરના બે પ્લાસ્ટિકના ટોકર-ટબની ખરીદી માટે રૂ. ૨,૦૦૦ની સહાય આપવામાં આવે છે જેના ભાગરૂપે ગુજરાતના અંદાજે ૧૪ લાખ ખેડૂતોને ઝડપી ડ્રમ અને ટોકર કામગીરી હાથ ધરાઇ, ગુજરાત એગ્રો દ્વારા આ અંગેની ટેન્ડરની કાર્યવાહી ચાલુ હોય બનતી ત્વરાએ સંપૂર્ણ પારદર્શિતા સાથે આ અરજીઓનો હકારાત્મક નિકાલ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
14
1
અન્ય લેખો