AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના!
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના!
✨આપણાં દેશ ની અંદર એક કેન્દ્ર સરકાર દ્વારા પાક સહાય યોજના શરૂ કરવા માં આવેલ છે જેના લીધે આપણાં દેશના તમામ ખેડૂતો ને લાભ થઈ રહ્યો છે આ યોજના અંતર્ગત દેશ ના ખેડૂતો ને કુદરતી રીતે પાક નિષ્ફળ થતાં પાક માટે સહાય મળે છે. ✨આ યોજના હેઠળ ખેડૂતોને પોતાના પાકનો વીમો ઉતરાવવા માટે ઓછું પ્રીમિયમ ભરવું પડશે. ખરીફ પાક માટે પ્રીમિયમ 2% અને રવિ પાક માટે 1.5% નક્કી કરવામાં આવ્યું છે. આ પાછલી યોજનાઓ કરતાં ઘણું ઓછું પ્રીમિયમ છે. ✨PMFBY 2024 ના ફાયદાઓ: કુદરતી આફત, જીવાત કે રોગના કારણે પાક નુકસાન પર વીમા રકમ ખરીફ અને રવિ પાક માટે ઓછું પ્રીમિયમ સરળ દાવાની પ્રક્રિયા ઝડપી ચુકવણી અરજી કેવી રીતે કરવી: ✨ખેડૂતો PMFBY માટે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકે છે. ઓફલાઇન અરજી પ્રક્રિયા: ✨નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા બેંક શાખામાં જાઓ. ✨PMFBY અરજી ફોર્મ ભરો. ✨જરૂરી દસ્તાવેજો જમા કરો. ✨પ્રીમિયમ રકમ ભરો. PMFBY 2024 માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા: ✨PMFBY ની અધિકૃત વેબસાઇટ https://pmfby.gov.in/ ની મુલાકાત લો. ✨“કિસાન પોર્ટલ” પર ક્લિક કરો. ✨આધાર નંબર અને રાજ્યનું નામ દાખલ કરો. ✨“લોગ ઇન” પર ક્લિક કરો. ✨“ફસલ વીમો” ટેબ પર ક્લિક કરો. ✨“ફસલ વીમો અરજી” પર ક્લિક કરો. ✨જરૂરી માહિતી દાખલ કરો અને “સબમિટ” કરો. પાક સહાય યોજના માટે ડોક્યુમેન્ટ ✨આધારકાર્ડ ✨મોબાઈલ નંબર ✨પાસપોર્ટ ફોટા ✨જમીન ના ડોક્યુમેન્ટ ✨પાક ના ફોટા અને ડોક્યુમેન્ટ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના દાવો કેવી રીતે કરવો: ✨જો પાક નિષ્ફળ જાય, તો ખેડૂતો 72 કલાકની અંદર PMFBYના સત્તાવાર પોર્ટલ પર દાવો નોંધાવી શકે છે. દાવા સાથે પાક નિષ્ફળતાના પુરાવા રજૂ કરવા જરૂરી છે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
5
0
અન્ય લેખો