યોજના અને સબસીડીagri.gujarat.gov.in.
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં સમાવેશ પાક અને ઉપયોગી માહિતી !
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં સમાવેશ પાક અને ઉપયોગી માહિતી ! યોજનાનો હેતુ : • કુદરતી આપત્તિઓના કારણે થતા પાક નુકશાન સામે ખેડુતોને વળતર આપવું. • ખેડુતની આવકને સ્થિર કરવી. • ખેડુતને નવીન અને અધતન કૃષિ ટેકનીકો વાપરતા કરવા. • કૃષિમાં ધિરાણનો પ્રવાહ જાળવી રાખવો. યોજના હેઠળ ખેડુતોનો સમાવેશ : • બધા ખેડૂતો જેમાં ભાગિયા/ભાગીદાર અને ગણોત ખેડૂતો જેઓ નોટીફાઈડ વિસ્તારમાં નોટીફાઈડ પાક પકવતા હોય, તેઓ આ યોજના હેઠળ આવરી લેવાને પાત્ર છે. • ફરજિયાત ઘટક : બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી (SAO) માટે નાણાંકીય સંસ્થાઓ પાસેથી નોટીફાઈડ પાક માટે ધિરાણ મેળવતા એટલે કે ધિરાણી ખેડૂતોને ફરજિયાતપણે આવરી લેવામાં આવે છે. • મરજિયાત ઘટક : જેમણે ધિરાણ ન લીધું હોય, તેમને માટે આ યોજના મરજિયાત છે. સમાવેશ પાક ખરીફ ઋતુના કુલ ૧૬ અને રવિ/ઉનાળુ ઋતુના કુલ ૧૨ પાકો મળી કુલ ૨૮ પાકોને આવરી લેવામાં આવેલ છે. ખરીફ ડાંગર (પિયત) રાગી અડદ બાજરી ડાંગર (બિન-પિયત) તુવેર મગફળી કપાસ(પિયત) જુ઼વાર મગ તલ કપાસ(બિન-પિયત) મકાઈ મઠ એરંડા કેળ રવી/ઉનાળુ ઋતુ પિયત ઘઉં રાઈ ડુંગળી ઇસબગુલ બિનપિયત ઘઉં બટાટા જીરૂ ઉ.બાજરી ચણા લસણ વરીયાળી ઉ.મગફળી આવરી લેવાયેલ જોખમ • વાવેતર ન થવું/રોપણી ન થવી • મઘ્ય વર્તી આપતીથી ઊભા પાકમાં નુકશાન • કાપણી પછીનું નુકશાન • સ્થાનિક આપત્તિઓ યોજનાનો લાભ લેવા માટે નોટીફાઈડ વિસ્તારમાં નોટીફાઈડ પાક વાવતા ખેડુતો નિયત સમય મર્યાદામાં Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરી તેની પ્રિંટેડ નકલ નિયત સમયમર્યાદામાં સંબંધિત નાણાકીય સંસ્થા/બેંકમાં રજૂ કરી પ્રિમિયમની રકમ કપાવવાની રહે છે અને તેના આધારે યોજનાની અમલકર્તા સંસ્થા બેંકો મારફતે પ્રિમિયમ સ્વીકારશે, દાવાઓની ગણતરી કરી નિયમોનુસાર મળવાપાત્ર દાવાઓ મંજુર કરશે અને નોડલ બેંકો મારફતે ખેડૂતોના ખાતામાં પાક વિમાના દાવાની રકમ જમા કરાવશે. ખેડુતો નાણાંકીય સંસ્થા/બેંકોએ સહયોગથી ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવા માટે ની લિંક નીચે મુજબ છે. https://ikhedut.gujarat.gov.in/nais 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : agri.gujarat.gov.in. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
2
સંબંધિત લેખ