AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પ્રધાનમંત્રી પાક વીમા યોજના શું છે?
કિસાન કૃષિ યોજનાપ્રધાનમંત્રી પાક વીમા યોજના
પ્રધાનમંત્રી પાક વીમા યોજના શું છે?
યોજનાની વિગતો અને પાત્રતા પ્રધાનમંત્રી પાક વીમા યોજના શું છે? પ્રધાનમંત્રી પાક વીમા યોજના એક પાક વીમા યોજના છે જે વડા પ્રધાન શ્રી .નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદ, અન્ય કુદરતી આપત્તિઓ, જીવાત અથવા રોગો દ્વારા નાશ પામેલા પાકની ઘટનાઓમાં ખેડૂતોની નાણાંકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના રૂ. 17,600 કરોડના બજેટ હેઠળ અમલમાં આવશે.
આ યોજનાનો હેતુ મુશ્કેલ સમયમાં ખેડૂતોને વીમા કવર અને નાણાંકીય સહાય પૂરી પાડવાનો છે. નવી યોજનામાં, અગાઉના પાક વીમા યોજનાઓની ખામીઓ ખૂબ સારી રીતે સંભાળવામાં આવી છે. આ યોજના સાથે, ખેડૂતોના કલ્યાણ માટે કેન્દ્ર સરકાર દ્વારા અન્ય કેટલાક ઉપક્રમો કરવામાં આવ્યા છે. સરકારી સહાયકી પર કોઈ ઉચ્ચ મર્યાદા નથી. જો બચેલું પ્રીમિયમ 90% હોય તો તે સરકાર દ્વારા ભરવામાં આવશે. અગાઉ, પ્રીમિયમ દર કેપિંગની યોજનાઓ હતી જેના પરિણામે ખેડૂતોને દાવા કરતા ઓછી રકમની ચૂકવણી કરવામાં આવતી હતી. આ કેપિંગ પ્રીમિયમ સબસિડી પર સરકારી ચૂકવણીને મર્યાદિત કરવામાં આવતી હતી. આ કેપિંગ હવે દૂર કરવામાં આવી છે અને ખેડૂતોને સંપૂર્ણ વીમા રકમ સામે કોઈ પણ ઘટાડો કર્યા વગર દાવો મળશે. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના ઉદ્દેશો: 1) કુદરતી આપત્તિઓ, જીવાત અને રોગોના પરિણામે સૂચિત પાકની નિષ્ફળતાના કારણે ખેડૂતોને વીમા કવરેજ અને નાણાંકીય સહાય પૂરી પાડવી. 2) ખેડૂતો ખેતી કરવાનું ચાલુ રાખે તે માટે ખેડૂતોની આવક સ્થિર કરવી. 3) ખેડૂતોને નવીન અને આધુનિક કૃષિ પ્રણાલીઓ અપનાવવા માટે પ્રોત્સાહન આપવું. 4) ધિરાણનો પ્રવાહ કૃષિ ક્ષેત્ર તરફ આવે તે સુનિશ્ચિત કરવા માટે. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનું અમલીકરણ વીમા કંપનીઓ દ્વારા પસંદ કરાયેલ મલ્ટી-એજન્સી ફ્રેમવર્ક દ્વારા કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ (DAC&FW), કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય (MoA&FW) , ભારત સરકારના (GOI) સમગ્ર માર્ગદર્શિકા અને નિયંત્રણ હેઠળ કરવામાં આવશે. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનું પ્રીમિયમ: પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ પ્રીમિયમ અગાઉના સરકાર અથવા ખાનગી પાક વીમા યોજનાઓ કરતાં ઓછા છે. ખરીફ પાકો માટે પ્રીમિયમ રકમ 2 ટકા અને રવિ પાક માટે વીમા રકમના 1.5 ટકા છે. ખરીફ અને રવિમાં ભારતમાં ઉગાડવામાં આવતા મોટા ભાગના ખાદ્ય પાક અને તેલ પાકોનો સમાવેશ થાય છે. વાણિજ્યિક અથવા બાગાયતી પાક (કપાસ સહિત) માટેનું પ્રીમિયમ એક વર્ષ માટે 5 ટકા રહેશે. આવરી લેવાયેલા જોખમો: પાકની ખોટ (ઉભા પાક, સૂચિત વિસ્તારના ધોરણે): ન રોકી શકાય તેવા જોખમોને કારણે ઉપજના નુકસાનનું સંરક્ષણ કરવા માટે જોખમ વીમો આપવામાં આવે છે જેમ કે કુદરતી આગ અને વીજળી, કરા, ચક્રવાત, ટાયફૂન, તોફાન, હરિકેન, ટોર્નાડો વગેરે, પૂર, જળબંબોળ અને ભૂસ્ખલન, દુકાળ, શુષ્કતા જેવા ઉપભોક્તાઓના ખોટને આવરી લેવા માટે 1) કુદરતી આગ અને વીજળી 2) કરા, ચક્રવાત, ટાયફૂન, તોફાન, હરિકેન, ટોર્નાડો વગેરે 3) પૂર, જળબંબોળ અને ભૂસ્ખલન 4) દુકાળ, શુષ્કતા 5) જીવાત/રોગ વગેરે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાંથી બાકાત: નીચેના કારણો પૈકીની કોઈ પણ કારણોસર પાકના નુકસાનમાં વીમા કવર લાગુ થશે નહીં. 1) યુદ્ધ અને સમાન જોખમ 2) પરમાણુ જોખમો 3) રમખાણો 4) દુર્ભાવનાપૂર્ણ નુકસાન 5) ચોરી અથવા દુશ્મનીના લીધે 6) પાલતુ અથવા જંગલી પશુઓ દ્વારા ચરવામાં આવેલ અથવા નુકસાન કરવામાં આવ્યું હોય તો 13 મી જાન્યુઆરી, 2016 ના રોજ પ્રધાનમંત્રી પાક વીમા યોજના શરૂ કરવામાં આવી અને તે 2016 ના ખરીફ ઋતુથી અમલમાં આવી છે. આ યોજના વિશેની સંપૂર્ણ વિગતો નીચેની લિંક પર મેળવી શકાય છે. http://agricoop.nic.in/imagedefault/whatsnew/sch_eng.pdf
80
4