સમાચારએગ્રોસ્ટાર
પ્રધાનમંત્રી પાક વીમા યોજના નો લાભ
👉કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને સમૃદ્ધ કરવાના ભાગરૂપે વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. કેટલીક યોજના અંગે ખેડૂતોને જાણકારી હોય છે અને તેનો લાભ લેતા હોય છે, તો કેટલીક યોજના અંગે જાગૃતિનો અભાવ જોવા મળે છે. આજે અમે આપને ખેડૂતો માટેની અમલી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કે જેને ગુજરાતમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના પણ કહેવાય છે. જેના વડે તમે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ મેળવી શકો.
👉પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો હેતુ
કુદરતી આપત્તિઓના કારણે થતા પાક નુકસાન સામે ખેડૂતોને આર્થિક વળતર આપવાનો હેતુ છે. સાથોસાથ ખેડૂતની આવક સ્થિર કરવાનો પણ ઉદ્દેશ છે. ખેડૂત ખેતીક્ષેત્રે નવા અને આધુનિક કૃષિ ટેકનિકનો ઉપયોગ કરતા થાય અને કૃષિ ક્ષેત્રે ધિરાણનો પ્રવાહ જળવાયેલો રહે તે મુખ્ય હેતુ છે.
👉પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મટે કોણ પાત્ર છે
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે બધા જ ખેડૂતો પાત્ર છે. ભાગિયા-ભાગીદાર અને ગણોત ખેડૂતો કે જેઓ નોટીફાઈડ વિસ્તારમાં નોટાફાઈડ પાક પકવતા હોય તેઓને આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ આવરી લેવાયેલા છે.
👉પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ મળતી સહાય
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ વીમા કંપની દ્વારા વાસ્તવિક પ્રિમિયમ દર લગાવવામાં આવે છે. જ્યારે ખેડૂતોએ ખરીફ ઋતુના પાક માટે 2 % (બે ટકા), રવિ અને ઉનાળુ પાક માટે 1.5 % ( દોઢ ટકો) અને વાર્ષિક વાણિજ્યક અને બાગાયતી પાક માટે 5 (પાંચ ટકા) પ્રિમિયમ ભરવાનું રહે છે.
👉કેવી રીતે કરશો અરજી
યોજનાનો લાભ લેવા માટે નોટીફાઈડ વિસ્તારમાં નોટીફાઈડ પાક વાવતા ખેડૂતો નિયત સમયમર્યાદામાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજીની પ્રિન્ટેડ નકલ નિયત સમયમર્યાદામાં સંબંધિત નાણાકીય સંસ્થા કે બેંકમાં રજૂ કરીને પ્રિમિયમની રકમ આપવાની રહે છે. નોડલ બેંક ખેડૂતોના ખાતામાં પાક વીમાના દાવાની રકમ જમા કરાવશે. ખેડૂતો નાણાકીય સંસ્થા કે બેંકના સહયોગથી ઓનલાઈન અરજી પણ કરી શકે છે. જેના માટે લિંક છે. https://ikhedut.gujarat.gov.in/
👉સંદર્ભ :-Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !