યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના થી થશે લાભ
✨સરકાર દર વર્ષે બેરોજગાર યુવાનોને નોકરી મળી રહે તે માટે સરકાર એક બાદ એક યોજનાઓ બહાર પાડે છે. આ શ્રેણીમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના 2023 હેઠળ યુવાનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજના હેઠળ યુવાનોને બાંધકામ, ઈલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર, ફૂડ પ્રોસેસિંગ, ફર્નિચર અને ફીટીંગ્સ, હેન્ડીક્રાફ્ટ, જેમ્સ એન્ડ જ્વેલરી, લેધર ટેકનોલોજી સહિતના 40 ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે.
✨આ યોજના હેઠળ દેશના 5 હજાર તાલીમ કેન્દ્રો પર 32 હજાર તાલીમ ભાગીદારો દ્વારા યુવાનોને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે. જો તમે પણ ડિજિટલી કુશળ બનવા માંગતા હોવ અને પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના જેવા ડિજિટલ ક્ષેત્રમાં આકર્ષક પેકેજ સાથે નોકરી મેળવવા માંગતા હો, તો તમે સક્સેસના એડવાન્સ્ડ ડિજિટલ માર્કેટિંગ કોર્સમાં નોંધણી કરીને આ સપનું પૂરું કરી શકો છો.
✨એક લાખ લોકોને આરોગ્ય સંભાળની મળશે તાલીમ
જૂન 2022માં PMKVY 3 યોજના હેઠળ શરૂ કરાયેલા કાર્યક્રમમાં એક લાખ નાગરિકોને આરોગ્ય સંભાળની તાલીમ માટે આયોજન કરાયું. આ યોજના હેઠળ 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 425 જિલ્લાઓમાં 1 લાખ 24 હજાર નાગરિકોએ અરજી કરી હતી. જેમાં અનેક નાગરિકોને તાલીમ આપવામાં આવી છે.
✨તાલીમ કેવી રીતે મેળવવી
પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના 3 હેઠળ, ટૂંકા ગાળાની તાલીમ, પૂર્વ શિક્ષણની માન્યતા, વિશેષ પ્રોજેક્ટ્સ દ્વારા તાલીમ આપવામાં આવે છે.
✨PMKVY યોજના માટે અરજી કરવા માટેના દસ્તાવેજો
આધાર કાર્ડ
મતદાર ઓળખ કાર્ડ
આઈડી કાર્ડ
બેંક ખાતાની પાસબુક
મોબાઇલ નંબર
પાસપોર્ટ સાઇઝનો ફોટો
✨આ યોજના ની વધુ માહિતી માટે અથવા ફ્રોમ ભરવા માટે www.pmkvyofficial.org વેબસાઈટ ની મુલાકાત લો.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!