AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3.61 લાખ મકાનો બનાવવાની મંજૂરી!
સમાચારVTV ગુજરાતી
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3.61 લાખ મકાનો બનાવવાની મંજૂરી!
🏘️ જાણો યોજનામાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકારે શહેરી વિસ્તારોમાં 3.61 લાખ ઘરોના નિર્માણના પ્રસ્તાવને લીલી ઝંડી બતાવી છે. કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના હેઠળ જેમની પાસે ઘર નથી તેવા લોકોને ઘર બનાવી આપે છે. આ યોજનામાં એ લોકોને સબ્સિડી આપવામાં આવે છે જે લોકો લોન પર ઘર અથલા ફ્લેટ ખરીદે છે. સરકારની કેન્દ્વીય સ્વીકૃતિ અને દેખરેખ સમિતિની 56મી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. 🏘️ બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય કેન્દ્રીય સ્વીકૃતિ અને દેખરેખ સમિતિની 56મી બેઠક 23 નવેમ્બર 2021એ નવી દિલ્હીમાં આવાસ અને શહેરી મામલાના મંત્રાલયમાં થઈ હતી. બેઠકની અધ્યક્ષતા આવાસ અને શહેરી મંત્રાલયના સચિવ, શ્રી દુર્ગા શંકર મિશ્રાએ કરી હતી. બેઠકમાં ઘણા મુખ્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. 🏘️ આ રીતે કરો પીએમ આવાસ યોજના માં અરજી: ➖ પીએમ આવાસ યોજના ગ્રામીણમાં અરજી માટે તમે મોબાઈલથી સરકારી એપ ડાઉનલોડ કરી લોગ ઈન આઈડી બનાવી શકો છો. ➖ હવે આ એપ તમારા મોબાઈલ નંબર પર એક વન ટાઈમ પાસવર્ડ મોકલશે. ➖ તેની મદદથી લોગિન કર્યા બાદ જરૂરી જાણકારીઓ ભરો. ➖ પીએમએવાય જી હેઠળ ઘર મેળવવા માટે અરજી કર્યા બાદ કેન્દ્ર સરકાર લાભાર્થીઓની પસંદગી કરે છે. ➖ત્યાર બાદ લાભાર્થીઓની ફાઈનલ લિસ્ટ પીએમએવાય જીની વેબસાઈટ પર મુકવામાં આવે છે. 🏘️ કઈ રીતે મળી શકે છે આ યોજનામાં લાભ ? મહત્વનું છે કે પીએમ આવાસ યોજનાનો લાભ પહેલા ફક્ત ગરીબ વર્ગના લોકો માટે જ હતો. પરંતુ હવે હોમ લોનની રકમ વધારીને મધ્યમવર્ગ પણ તેનો લાભ લઈ શકે છે. પહેલા આ યોજનામાં હોમ લોનની રકમ 3થી 6 લાખ રૂપિયા હતી. જેના વ્યાજ પર સબ્સિડી આપવામાં આવતી હતી. પરંતુ હવે તેને વધારીને 8 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ પ્રોડક્ટ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
23
9
અન્ય લેખો