AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પ્રધાનમંત્રીના વતન માં 'શરૂ' થશે આ ખાસ સુવિધા !
કૃષિ વાર્તાVTV Gujarati News
પ્રધાનમંત્રીના વતન માં 'શરૂ' થશે આ ખાસ સુવિધા !
👉પ્રધાનમંત્રીના વતન વડનગરમાં બનશે APMC 👉વડનગરમાં 15 વર્ષથી બંધ હાલતમાં હતી APMC 👉વર્ષ 2017માં CM વિજય રૂપાણીએ કરી હતી હાંકલ 👉રાજ્યમાં સરકાર એક નવું APMC બનાવવા જઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં 15 વર્ષથી APMC બંધ છે. ત્યારે વર્ષ 2017માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બંધ APMCને શરૂ કરવા માટે હાંકલ કરી હતી. વડનગરવાસીઓ માટે નવીન APMCનું વચન આપ્યું હતું. ત્યારે હવે એક મહિનામાં અહીં APMCનું નવીનીકરણ થશે. આ કારણે બંધ હતું વડનગરનું APMC માર્કેટયાર્ડ 👉વડનગરમાં 1965થી APMC માર્કેટયાર્ડ કાર્યરત હતું. જે કેટલાક વિવાદોના કારણે છેલ્લા 15 વર્ષોથી બંધ હાલતમાં હતું. કારણ કે માર્કેટયાર્ડ જે જગ્યામાં બનાવવામાં આવ્યું હતું એ જગ્યા NA થયેલી ન હતી. ત્યારે હવે ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલના પ્રયત્નોથી અને સરકારે આપેલા વચનને લીધે હવે માર્કેટયાર્ડની આ જગ્યાની NA પરવાનગી આપવામાં આવી છે. જેથી હવે આગામી એક મહિનામાં અહીં નવીન APMC માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. 👉વર્ષ 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વતન મુલાકાત દરમિયાન વડનગરમાં APMC માર્કેટને ત્વરીત રીતે ફરી શરૂ કરવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીના વતનમાં વડનગર અને તેની આસપાસના ગામોમાં કાળી મજૂરી કરતા ખેડૂતને તેના પાકના યોગ્ય ભાવ મળે તે માટે ત્વરિત APMC શરૂ થાય તેવો સરકારે નિર્ણય કર્યો છે. સંદર્ભ : VTV Gujarati. 13 ડિસેમ્બર 2020. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
10
6