AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પ્રગતિશીલ ખેડૂતો માટે બન્યું રોલ મોડેલ, મલ્ટીલેયર ફાર્મિંગ !
નઈ ખેતી, નયા કિસાનવેબ દુનિયા
પ્રગતિશીલ ખેડૂતો માટે બન્યું રોલ મોડેલ, મલ્ટીલેયર ફાર્મિંગ !
🧑‍🌾 ખેતીમાં વધુ આવક મેળવી શકાય તે માટે માંડવી તાલુકાના ગોદાવાડી ગામના ખેડુત રમેશભાઈ પટેલ અને એમના પુત્ર ઉર્વિનભાઈ પટેલ તથા તેમના મિત્રોએ સાથે મળીને બે એકરમાં મલ્ટીલેયર ફાર્મિંગની અનોખી પદ્ધતિ અપનાવીને અન્ય ખેડુતોને પ્રેરણા પુરી પાડી છે. 🧑‍🌾 મારા પુત્ર સાથે મળીને ખેતીમાં કંઈક નવતર પ્રયોગ કરીને વધુ આવક મેળવી શકાય તે માટે મલ્ટીલેયર ફાર્મિંગની ખેતી કરવાની શરૂઆત કરી છે. મારા પુત્ર ઉર્વિન તથા તેમના મિત્ર નિરવ પારેખના અથાગ પ્રયાસોથી આ મોડેલ ફાર્મ બન્યું છે. જેમાં ૦.૫ એકરમાં મલ્ટિલેયર ફાર્મ અને ૧.૫ એકરમાં ઈન્ટરક્રોપીંગનો પ્રયોગ કર્યો છે. ફાર્મમાં કૃષિના અવનવા પ્રયોગો સાથે વધુ સારી અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિ પર ભાર મૂકીને ખેડૂતોને આવક વધે એવા પ્રેરક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. 🧑‍🌾 પ્રથમ વર્ષે હળદરના વાવેતર સાથે ગલકા અને દુધીના મંડપ તૈયાર કર્યા છે. આશ્વર્યની વાત તો એ છે કે, સામાન્ય રીતે ત્રણથી ચાર ફુટના હળદરના છોડ આ મોડેલ ફાર્મમાં યોગ્ય માવજતથી સાત ફુટની ઉંચાઈએ પહોચ્યા છે. જેથી આવનારા સમયમાં બમ્પર ઉત્પાદન મળવાની સંભાવનાઓ રહેલી છે. 🧑‍🌾 આ ફાર્મમાં કોઈ પણ પ્રકારના કેમિકલ કે પેસ્ટીસાઈડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ખાતર તરીકે ગાયનું ગોબર, ગૌમૂત્ર તથા વર્મી કમ્પોસ્ટ ખાતર જેવી પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવયુવાનો ખેતીથી વિમુખ થતા જાય છે, ત્યારે યુવાનો ખેતી અપનાવીને કંઈક નવી પહેલ કરે તેવા આશયથી અમે મિત્રોએ સાથે મળીને 'ભારત ઈઝ બેસ્ટ'ના માધ્યમથી નવી દિલ્હીના રેડિયો જોકી રોનક સાથે મળીને ઓછી જમીન પર મલ્ટીલેયર ફાર્મિંગ દ્વારા વધુ આવક મેળવી શકાય તેવા આશયથી ફાર્મનું નિર્માણ કર્યું છે. 🧑‍🌾 મલ્ટિલેયર ફાર્મિંગ ટેકનિકમાં એકથી વધુ પાકની ખેતી કરી શકાય છે. જેથી પાકમાં ન તો જીવાત આવે છે અને ન તો નીંદણનો ડર રહે છે. આ ટેક્નિકમાં પાંચ લેયરમાં ખેતી કરવામાં આવી છે. જેના માટે બામ્બુથી બનેલા સ્ટ્રકચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેલા લેયરમાં જમીનની અંદરના પાક જેમ કે, હળદર અને આદુ, બીજા લેયરમાં ધાણા, મેથી, પાલક, ત્રીજા અને ચોથા લેયરમાં બામ્બુના સપોર્ટ સાથે દૂધી, ગલકા, કારેલાં જેવા વેલાવાળા શાકભાજી અને પાંચમા લેયરમાં પપૈયા ઉછેરવામાં આવ્યાં છે. આમ, આ ફાર્મમાં એક જ જગ્યાએ સાતથી આઠ પ્રકારના પાક લેવાનો સફળ પ્રયોગ કર્યો છે. 🧑‍🌾આગળ વધતું રહે અને ભારતના ખેડૂતો તથા યુવાવર્ગને માર્ગદર્શન કરતુ રહેશે તેમ નિરવભાઈએ જણાવ્યું હતું. આ પ્રકારની ખેતીથી વધુમાં વધુ કિસાનો, પ્રગતિશીલ યુવા ખેડૂતો આકર્ષાય અને આવકમાં વધારો કરે એવો અમારો મુખ્ય ઉદ્દેશ હોવાનું તેઓ જણાવે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : વેબ દુનિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
6
અન્ય લેખો