AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પોસ્ટ ઓફિસ સ્કીમ: ડાયરેક્ટ મળશે 16 લાખ રૂપિયા !
યોજના અને સબસીડીGSTV
પોસ્ટ ઓફિસ સ્કીમ: ડાયરેક્ટ મળશે 16 લાખ રૂપિયા !
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં જોખમ નહિવત છે અને રિટર્ન પણ સારું છે. 💠 પોસ્ટ ઓફિસ RD માં રોકાણ કેવી રીતે શરૂ કરવું? પોસ્ટ ઓફિસ RD ડિપોઝિટ એકાઉન્ટ એ સારા વ્યાજ દર સાથે નાના હપ્તાઓ જમા કરાવવા માટે સરકારની ગેરેન્ટીડ યોજના છે, આમાં તમે માત્ર 100 રૂપિયાની નાની રકમથી રોકાણ શરૂ કરી શકો છો. રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી, તમે ઈચ્છો તેટલા પૈસાનું રોકાણ કરી શકો છો. આ યોજના માટે એકાઉન્ટ પાંચ વર્ષ માટે ખોલવામાં આવે છે. જો કે, બેંકો છ મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ માટે રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ્સની સુવિધા આપે છે. તેમાં જમા કરાયેલા નાણાં પર દર ક્વાર્ટરમાં વ્યાજની ગણતરી કરવામાં આવે છે અને તે દરેક ક્વાર્ટરના અંતે તમારા ખાતામાં ઉમેરવામાં આવે છે. 💠 5.8% વ્યાજ મળશે: હાલમાં, રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પર 5.8% વ્યાજ મળી રહ્યું છે, આ નવો દર 1લી એપ્રિલ 2020થી લાગુ છે. ભારત સરકાર દર ક્વાર્ટરમાં તેની તમામ નાની બચત યોજનાઓના વ્યાજ દરો નક્કી કરે છે. 💠 મળશે 16 લાખ રૂપિયા: જો તમે 10 વર્ષ માટે પોસ્ટ ઓફિસ આરડી સ્કીમમાં દર મહિને 10 હજાર રૂપિયાનું રોકાણ કરો છો, તો 10 વર્ષ પછી તમને 5.8%ના દરે 16 લાખ રૂપિયાથી વધુ મળશે. 〰️ દર મહિને રોકાણ- 10,000 રૂપિયા 〰️વ્યાજ- 5.8% 〰️ મેચ્યોરિટી- 10 વર્ષ 〰️ 10 વર્ષ પછી મેચ્યોરિટી અમાઉન્ટ = રૂ. 16,28,૯૬૩ 💠 RD એકાઉન્ટ વિશે મહત્વની બાબતો તમારે ખાતામાં નિયમિત રીતે પૈસા જમા કરાવવાના રહેશે, જો તમે પૈસા જમા નહીં કરાવો તો તમારે દર મહિને એક ટકાનો દંડ ભરવો પડશે. 4 હપ્તા ચૂકી ગયા પછી તમારું એકાઉન્ટ બંધ થઈ ગયું છે. 💠 બેંકોની રિકરિંગ ડિપોઝિટ 〰️ બેંક RD નો દર મેચ્યોરિટી પીરિયડ 〰️ Yes Bank 7.00% 12 મહિનાથી 33 મહિના 〰️ HDFC Bank 5.50% 90/120 મહિના 〰️ Axis Bank 5.50% 5 વર્ષથી 10 વર્ષ 〰️ SBI Bank 5.40% 5 વર્ષથી 10 વર્ષ સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
24
2
અન્ય લેખો