AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પોસ્ટ ઓફિસ માલામાલ સ્કીમ્સ ! ઓછા રોકાણમાં વધુ વળતર !
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
પોસ્ટ ઓફિસ માલામાલ સ્કીમ્સ ! ઓછા રોકાણમાં વધુ વળતર !
📢 જો તમે પણ સુરક્ષિત રોકાણનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આજે અમે અહી તમને ઘણી એવી યોજનાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમારા પૈસા થોડા વર્ષોમાં ડબલ થઇ જશે. નેશનલ સેવિંગ સર્ટીફિકેટ : ✔ નેશનલ સેવિંગ સર્ટીફિકેટ પર 6.8 ટકા વ્યાજ મળે છે. ✔ આ એક વર્ષીય બચત યોજના છે, જેમાં રોકાણ કરીને ઇનકમ ટેક્સની બચત પણ કરી શકાય છે. ✔ આ વ્યાજ દરથી જો પૈસા રોકવામાં આવે, તો લગભગ 10.59 વર્ષમાં તમારા પૈસા ડબલ થઇ જશે. સુકન્યા સમૃદ્ધિ ખાતું : ➡ સુકન્યા સમૃદ્ધિ ખાતા સ્કીમ પર સૌથી વધારે 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. ➡ દીકરીઓ માટેની આ સ્કીમમાં પૈસા ડબલ થવામાં લગભગ 9.47 વર્ષનો સમય લાગે છે. સિનીયર સીટીઝન સ્કીમ : ✔ સિનીયર સીટીઝન સેવિંગ સ્કીમ 7.4 ટકાનું વ્યાજ મળે છે. ✔ આ સ્કીમમાં લગભગ 9.73 વર્ષમાં ડબલ થઇ જશે. પીપીએફ : ➡ 15 વર્ષની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર આ સમયે 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે. ➡ આ રેટ પર તમારા પૈસા ડબલ થવામાં લગભગ 10.14 વર્ષ લાગશે. મંથલી ઇનકમ સ્કીમ : ✔ મંથલી ઇનકમ સ્કીમ પર આ સમયે 6.6 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. ✔ આ વ્યાજ દરથી જો રોકાણ કરવામાં આવે તો લગભગ 10.91 વર્ષમાં તમારા પૈસા ડબલ થઇ જશે. રિકરિંગ ડિપોઝીટ : ➡ રિકરિંગ ડિપોઝીટ પર તમને 5.8 ટકા વ્યાજ આપવામાં આવે છે, ➡ આવામાં વ્યાજ દરથી જો પૈસા રોકવામાં આવે, તો લગભગ 12.41 વર્ષમાં પૈસા ડબલ થશે. 📢 તો વાચકમિત્રો, આ હતી પોસ્ટ ઓફિસની કેટલીક યોજનાઓ જેમાં તમે રોકાણ કરી સારું રિટર્ન મેળવી શકો છો અને અન્ય લાભ પણ, વધુ માહિતી માટે આજે જ આપણી નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
5