AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે ધનવાન!
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે ધનવાન!
📫પોસ્ટ ઓફિસ દ્વારા અનેક લાભદાયી બચત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ તમામ યોજનાઓમાં રોકાણકારોને એફડી કરતાં પણ વધારે વ્યાજ મળે છે. આ તમામ નાની બચત યોજનાઓ હેઠળ, પોસ્ટ ઓફિસ દ્વારા એક યોજના પણ ચલાવવામાં આવી રહી છે જેમાં પૈસા બમણા થાય છે. આ યોજનાનું નામ કિસાન વિકાસ પત્ર છે. આ યોજનાને KVP તરીકે પણ ઓળખવામાં આવે છે. 📫શું KVP માં પૈસા રાખવા સલામત છે? KVP એ સરકારી બચત યોજના છે. મહત્વનુ છે કે આ યોજના બજાર સાથે જોડાયેલું નથી. જો તમે આ યોજનામાં રોકાણ કરી રહ્યા છો તો તમારા રોકાણ કરેલા તમામ નાણાં સંપૂર્ણપણે સુરક્ષિત છે.પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ પર વ્યાજ દર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. હાલમાં સરકાર કિસાન વિકાસ પત્ર પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 📫કેટલા સમયમાં નાણાં થશે બમણા ? KVP પોસ્ટ ઓફિસની સ્કીમ છે, જેમાં લોકોને તેમના પૈસા ડબલ કરવાની તક મળે છે. હાલમાં આ સ્કીમના પૈસા 115 મહિનામાં બમણા થઈ રહ્યા છે. એટલે કે, જો તમે આ સ્કીમમાં એક લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો આગામી 115 મહિનામાં પૈસા બે લાખ થઈ જશે. 📫KVP માં નાણાં જમા કરાવવાની શું છે મર્યાદા ? KVP માં રોકાણ કરવા પર કોઈ મર્યાદા નથી. તમે તમારી ઈચ્છા મુજબ કોઈપણ રકમનું રોકાણ કરી શકો છો. આમાં જોઈન્ટ એકાઉન્ટ દ્વારા પણ રોકાણ કરી શકાય છે. જો કે, આ યોજનામાં ભાગ લેવા માટે ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે. 📫આમાં રોકાણ ઓછામાં ઓછા 1000 રૂપિયાથી શરૂ કરી શકાય છે. આ યોજનામાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. જો તમે કિસાન વિકાસ પત્ર યોજનામાં 50 હજાર રૂપિયાથી વધુનું રોકાણ કરો છો, તો તમારે તમારો PAN નંબર પણ આપવો પડશે. જો કોઈપણ નાગરિક આ યોજનામાં રૂ. 10 લાખ કે તેથી વધુનું રોકાણ કરે છે, તો તેણે તેની આવકનો સ્ત્રોત પણ જાહેર કરવો પડશે જેથી મની લોન્ડરિંગ અટકાવી શકાય. NRI કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરી શકતા નથી. નીચેના લોકો કિસાન વિકાસ પત્ર ખરીદી શકે છે. 📫KVP યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો 📫ઓળખ કાર્ડ (પાન કાર્ડ, આધાર કાર્ડ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક) 📫રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, મતદાર આઈડી, ડ્રાઈવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક) 📫10 લાખ કે તેથી વધુના રોકાણ માટે આવકના સ્ત્રોતનો પુરાવો (સેલરી સ્લિપ, બેંક સ્ટેટમેન્ટ અથવા ITR દસ્તાવેજ) 📫50 હજારથી વધુના રોકાણ પર પાન નંબર 📫અરજદારનું ઉંમરનું પ્રમાણપત્ર 📫અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
22
3
અન્ય લેખો