યોજના અને સબસીડીGSTV
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ, આજે જ ઉઠાવો ફાયદો !
પોસ્ટ ઓફિસની આ સ્કીમમા તમને સારું એવુ વળતર મળી શકે છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે, આપણા વડાપ્રધાનએ પોસ્ટની આ સ્કીમમા રોકાણ કરે છે. લાઈફ ઇન્સ્યોરન્સ અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમા ખુબ જ સારુ એવું રોકાણ કર્યુ છે. પ્રાપ્ત થતી આંકડાકીય માહિતી પ્રમાણે તેમણે એન.એસ.સી. મા 8 લાખ 43 હજાર 124 રૂપિયાનુ રોકાણ કર્યુ છે જ્યારે લાઈફ ઇન્સ્યોરન્સમા તેમણે 1 લાખ 50 હજાર 957 રૂપિયાનું રોકાણ કર્યુ છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ : જો તમે ઝીરો રિસ્ક અને કોઈ સુરક્ષીત તથા સારી એવી રોકાણ માટેની કોઈ સરકારી સ્કીમ શોધી રહયા હોવ તો નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ નામની આ સ્કીમ તમારા માર્તે ખુબ જ સારી રહેશે. આ સ્કીમ તમારા માટે સુરક્ષિત એટલા માટે છે કારણકે, તે પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ્સ સ્કીમો એક ભાગ છે. આ ઉપરાંત આપણા દેશના વડાપ્રધાન પોતે પણ આ સ્કીમમા નાણાનુ રોકાણ કરી રહ્યા છે માટે આ સ્કીમ નાણા રોકાણ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. કેવી રીતે થશે આ સ્કીમમાં રોકાણ? નેશનલ સેવિંગ્સની આ સ્કીમ ઓછામા ઓછા પાંચ વર્ષ માટેની હોય છે એટલે કે જો તમે આ સ્કીમમા તમારા નાણાં ઈન્વેસ્ટ કરો છો તો તે તમને પાંચ વર્ષ બાદ જ પરત મળી શકે છે. આ સ્કીમમા તમે ત્રણ જુદી-જુદી રીતે રોકાણ કરી શકો છો. તો ચાલો જાણીએ કઈ છે આ ત્રણ રીત? સિંગલ ટાઈપ : આ પ્રકારની સ્કીમમા તમે પોતાના માટે અથવા તો કોઈ નાબાલિક હોય તો તેના માટે રોકાણ કઈ શકો છો. જોઈન્ટ-એ ટાઈપ : આ પ્રકારનુ સર્ટિફિકેટને બે લોકો એકસાથે મળીને લઇ શકે છે એટલે કે આ સ્કીમમા બે લોકો એકસાથે મળીને રોકાણ કરી શકે છે. જોઈન્ટ-બી ટાઈપ : આ સ્કીમમા રોકાણ માટે પૈસા તો બે લોકો રોકે છે પરંતુ, જ્યારે આ સ્કીમ મેચ્યુર થાય ત્યારે પૈસા કોઈ એક જ વ્યકતિને જ આપવામા આવે છે. કેટલા રુપિયા સુધીનુ કરી શકો રોકાણ? પોસ્ટ ઓફિસની આ સ્કીમનો વ્યાજદર 6.8 ટકા જેટલો છે. આ સ્કીમમા તમે ઓછામા ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. જો કે, આમા વધુમા વધુ રોકાણની કોઈ જ લિમિટ હોતી નથી. ઇન્કમ ટેક્સમા પણ મળે છે છૂટછાટ : જો તમે એનએસસીની આ સ્કીમમા રોકાણ કરો છો તો તમને ઇન્કમ ટેક્સની ધારા 80-સી હેઠળ દર વર્ષે દોઢ લાખ રૂપિયા સુધીના નિવેશ કર ટેક્સમા છૂટછાટ મળી શકે છે. ટેક્સેબલ ઇન્કમ થાય ત્યારે કુલ આવકમાંથી આટલો ભાગ કાપી લેવામા આવે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
29
3
અન્ય લેખો