AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પોષક તત્વ આધારિત ખાતરો પર સબસિડીમાં વધારો
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
પોષક તત્વ આધારિત ખાતરો પર સબસિડીમાં વધારો
નવી દિલ્હી કેન્દ્ર સરકારે ખેડુતોનાં પોષક તત્ત્વો આધારિત ખાતરો પર મળતી સબસિડીમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2019 - 20 દરમિયાન ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર અને નાઇટ્રોજન ધરાવતા આ ખાતરો પર સબસિડીનો અંદાજિત ખર્ચ રૂ. 22,875.50 કરોડ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, કેન્દ્રીય મંત્રી મંડળની આર્થિક બાબતોની સમિતિ (સીસીઇએ)ને બુધવાર થી વર્ષ 2019-20 માટે ફોસ્ફેટિક અને પોટેશિક (પી એન્ડ કે) ખાતરો માટેના પોષક તત્વોના આધારે સબસિડી દર નક્કી કરવા માટે ખાતર વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર ને મંત્રી મંડળ નિર્ણયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે દેશમાં યુરિયાનો વધુ વપરાશ થાય છે, પરંતુ ખેતી માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર ખાતરોનો ઉપયોગ પણ મહત્વપૂર્ણ છે. સરકાર આ માટે સબસિડી પણ પૂરી પાડે છે. તેમણે કહ્યું કે હાલના સમયમાં સલ્ફર પર પ્રતિ કિલો 2.77 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે, જે હવે વધારીને 3.56 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવી છે. તેવી જ રીતે, નાઇટ્રોજન પર 18.90, ફોસ્ફરસ પર 15.21 અને પોટાશ પર 11.12 રૂપિયા પ્રતિ કિલો મંજૂરી આપવામાં આવી છે. સીસીઇએ ને 2019-20 માટે ફોસ્ફેટ અને પોટાશ ખાતરો માટે પોષક આધારિત સબસિડી (એનબીએસ) દરોને મંજૂરી આપી છે. સંદર્ભ - આઉટલુક એગ્રિકલ્ચર, 31 જુલાઈ 2019
33
1
અન્ય લેખો