AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પોપટા કોરીખાનાર લીલી ઈયળનો સચોટ ઉપાય!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પોપટા કોરીખાનાર લીલી ઈયળનો સચોટ ઉપાય!
⚜️ચણાના પાકમાં પોપટા કોરી ખાનાર લીલી ઈયળનો પ્રશ્ન અને તેનું નિયંત્રણ ⚜️હાલ ના વાતાવરણ ને અનુસાર ચણા ના પાકમાં ઈયળ નો પ્રશ્ન વધારે જોવા મળતો હોય છે જો આ સમયસર નિયંત્રણ કરવા માં ણ આવે તો પાક માં ઘણું નુકશાન થાય છે અને બજાર માં ભાવ પાન ઓછા મળે છે તો ચાલો જાણીએ સચોટ નિયંત્રણ વિશે!! ⚜️ચણામાં મુખ્યત્વે પોપટા કોરી ખાનારી લીલી ઇયળનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. ઇંડાં માંથી નીકળતી ઇયળ સૌ પ્રથમ કુમળા પાન કે પોપટા પર ઘસરકા પાડે છે. આ ઇયળો અતિશય ખાઉધરી અને બહુભોજી હોય છે. ચણામાં પોપટા બેસે ત્યારે તે પોપટામાં કાણું પાડી વિકસતા દાણાને નુકસાન કરે છે. કેટલીક વાર આ ઇયળ પોપટામાં આખીને આખી ઉતરી જઇ વિકસતા દાણાં સંપૂર્ણપણે ખાઇ જાય છે. ⚜️આ ઈયળ ના ચોક્કસથી નિયંત્રણ માટે એગ્રોસ્ટાર અમેઝ એક્સ (ઈમામેકટીન બેન્ઝોએટ 5% એસજી) 8 ગ્રામ પ્રતિ પંપ સાથે સારા ફૂલ ફળ માટે ફલોરોફીક્સ 25 પ્રતિ પંપ બંને ને માપ પ્રમાણે મિશ્રણ કરીને છંટકાવ કરવો. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
15
0