AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પેટ્રોલ અને ડીઝલની હવે નહીં પડે જરૂર ! 45 હજાર કરોડ રૂપિયા ફાળવશે !
સમાચારGSTV
પેટ્રોલ અને ડીઝલની હવે નહીં પડે જરૂર ! 45 હજાર કરોડ રૂપિયા ફાળવશે !
👉 કેન્દ્રિય કેબિનેટે બુધવારે બેટરી સ્ટોરેજના ઉત્પાદનને વધારવા માટે 18,100 કરોડ રુપિયાના પ્રોડક્શન લિંક ઇંસેટિવને આજે મંજૂરી આપી છે. જેનાથી 50,000 મેગાવોટનું ઉત્પાદન ભારતમાં વધવાનું અનુમાન છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. બેઠકમાં દેશને આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં મહત્વનો નિર્ણય લેવાયો છે. મહત્વનો નિર્ણય લેવાયો : 👉 કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે બેટરી સ્ટોરેજ ઘણો મહત્વપૂર્ણ છે. આજે 20 હજાર કરોડના બેટરી સ્ટોરેજ ઇક્વિપમેન્ટ આપણે આયાત કરીએ છીએ. આજે જે નવી પીએલઆઇ ધોષિત કરી છે, તેના વડે આ આયાત ઓછી થઇ જશે. સાથે જ ભરતમાં ઉત્પાદન પણ વધી જશે. ભારતમાં ઘણા સોલાર પાવર પ્લાન્ટ લાગ્યા 👉 જાવડેકરે કહ્યું કે આનાતી ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન વધશે. લાંબા સમય સુધી ચાલવાવાળી અને જલ્દી ચાર્જ થનાર બેટરીની આજના સમયમાં જરુરિયાત છે. આ સિવાય ભારતમાં ઘણા સોલાર પાવર પ્લાન્ટ લાગ્યા છે. જેના વડે લગભગ 1,36,000 ગાવોટ સોલાર વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. 👉 આ વિજળીનો આપણે માત્ર દિવસમાં જ વપરાશ કરી શકીએ છીએ પરંતુ રાતમાં નહીં. જો આ ગ્રિડમાં ક્યારેક બેલેન્સિંગનું કામ કરવું હોય ત્યારે જો બેટરી સ્ટોરેજ હોય તો કામ આવશે. આ સિવાય બેટરી સ્ટોરેજની શિપિંગ અને રેલવેમાં ઘણા ઉપયોગી સાબિત થશે. બેટરી સ્ટોરેજ ડીઝલ જનરેટરનો પણ વિકલ્પ બનશે. બેટરી સ્ટોરેજને મળશે વધારો 👉 દિલ્હીમાં બુધવારે આયોજીત કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે કે સોલાર પાવર પ્લાન્ટથી દેશમાં એક લાખ 36 હજાર ગીગીવોટ વિજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે, આ છત્તાં આ વિજળીને સ્ટોર નથી કરી શકતા. ત્યારે આ પરિસ્થિતિમાં બેટરી સ્ટોરેજથી આ સંભવ છે. સરકારે જણાવ્યું કે જે ઈલેક્ટ્રિક્લ વાહન લેશે તેને પેટ્રોલ નહીં લેવું પડે. 16000 કરોડનું મળશે ઈન્સેટીવ 👉 સરકારે વધુમાં જણાવ્યું કે શિપિંગ, ઉદ્યોગ, ડીઝીટીસ જનરેટર વગેરેમાં સંપૂર્ણ સંભાવના છે કે બેટરી સ્ટોરેજથી જીવનના તમામ ક્ષેત્રો પર પણ અસર પડે છે. દેશમાં તેનું ઉત્પાદનને વધારવા માટે તેમાં 45000 કરોડ રૂપિયાનું ઈન્વેસમેન્ટ થશે.આ રોકાણ કરવાવાલા લોકોને 16000 કરોડ રૂપિયાનું ઈન્સેટીવ પણ મળશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
14
7