AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પેટ્રોલના ભાવ વધતા જાય છે વસાવો સૌથી સસ્તી CNG કાર !
ઓટોમોબાઈલ ઝી ન્યુઝ
પેટ્રોલના ભાવ વધતા જાય છે વસાવો સૌથી સસ્તી CNG કાર !
⛽ પેટ્રોલ-ડીઝલની વધતા જતા ભાવ દરેકને હેરાન કરી રહ્યા છે અને એવામાં દરેક વ્યક્તિ વિકલ્પની શોધમાં છે. જો તમે પણ અન્ય લોકોની માફક સસ્તી સીએનજી (CNG) કાર શોધી રહ્યા છે જે સારી માઇલેજ પણ આપી શકે, તો અહીં અમે એવી જ કારોની એક યાદી તૈયાર કરી છે જે ઓછી કિંમતમાં મળી રહી છે. 🚙 Maruti S-Presso મારૂતિ સુઝુકીની મિની એસયૂવી કહેવાતી Maruti S-Presso ની શરૂઆતી કિંમત 5.06 લાખ રૂપિયા છે. આ કાર 67hp નો પાવર અને 90Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન ગિયરબોક્સ સાથે આવે છે. તેમાં 55 લીટરની ફ્યૂલ ટેંક છે. આ કાર 31.2 km/kg ની માઇલેજ આપે છે. 🚙 Maruti Alto CNG મારૂતિ સુઝુકીની સૌથી સસ્તી હેચબેક નાની કાર અલ્ટો છે. તેની શરૂઆતી કિંમત 4.66 રૂપિયા છે. Maruti Alto CNG માં 800CC ની ક્ષમતાનું એન્જીન છે. આ કાર 40hp નો પાવર અને 60Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન ગિયરબોક્સ સાથે આવે છે. આ 31.59 km/kg ની માઇલેજ આપે છે. 🚙 Maruti Wagon R CNG મારૂતિ સુઝુકીની કાર વેગન આર પણ સીએનજી કિટ સાથે આવવા લાગી છે. તેની શરૂઆતી કિંમત 5.70 લાખ રૂપિયા છે. આ 58hp નો પાવર અને 78Nm નો ટોર્ક જનરેટ કરે છે અને તેની ફ્યૂલ ટેંક 60 લીટર છે. Wagon R CNG 32.52 km/kg માઇલેજ આપે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
19
3