AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પુદીનાના છે ગજબ ના ફાયદા, મટાડે છે અનેક બીમારીને !
સ્વાસ્થ્ય સલાહGSTV
પુદીનાના છે ગજબ ના ફાયદા, મટાડે છે અનેક બીમારીને !
દેશના ખ્યાતનામ આયુર્વેદિક નિષ્ણાંત ડો. અબરાર મુલ્તાનીના જણાવ્યા અનુસાર તે બ્લડના PHને એસિડિક થવા દેતા નથી. એટલા માટે ક્લોટિંગની સમસ્યાથી બચી શકાય છે. પુદીનાની ચટણી ખાવાથી ઈમ્યુનિટી વધે છે. કારણ કે પુદીનામાં આયરન, પોટેશિયમ અને મેંગનિઝનો સારો એવો સ્તોત્ર હોય છે. જે મેમોરી પણ વધારે છે અને હીમોગ્લોબિનમાં સુધારો કરે છે. 1. વજન ઘટાડવામાં મદદ મળશે આયુર્વેદિક નિષ્ણાંત ડો. મુલ્તાનીનું કહેવુ છે કે, જો આપ વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો ડાયેટમાં પુદીનાની ચટણીને શામેલ કરો. કારણ કે પુદીના પાચન તંત્રને ઉત્તેજિત કરે છે. જે ભોજનમાંથી પોષક ત્તત્વોને સારી રીતે હજમ કરવામાં મદદ કરે છે. એક સારા મેટાબોલિઝ્મ વજન ઘટાડવામાં મદદ કરે છે, ત્યારે આવા સમયે પુદીનાની ચટણી ખૂબ કામમાં આવી શકે છે. 2. ઓરલ હેલ્થમાં ફાયદો પુદીના મોંની અંદર બેક્ટેરિયાનો વિકાસ રોકે છે. આ સાથે દાંતો પર પ્લાકને પણ સાફ કરે છે. સાથે જ જીભ અને પેઢાને પણ સ્વસ્થ રાખવામા મદદ કરે છે આજ કારણ છે કે, પુદીનાના પાનને ચાવવાથી શ્વાસમાંથી આવતી દુર્ગંધ ભગાડવામાં પણ મદદ કરે છે. 3. માંસપેશિઓમાં દુખાવામાં રાહત જો આપની માંસપેશિઓમાં દુખાવો રહે છે, તો પુદીનાની ચટણી આપના ડાયેટમાં શામેલ કરો, કરાણ કે સામાન્ય દુખાવાને તે આસાનીથી ઠીક કરી દેશે. પુદીનાની શાનદાર સુંગદ માથાના દુખાવાને ઓછી કરશે. 4. શરદી ખાંસીમાં રાહત પુદીના નાક, ગળુ અને ફેફસાને સાફ કરવા માટે જાણીતો છે. તેના એન્ટી ઈંફ્લેમેટરી ગુણ પણ જૂની ખાંસીના કરાણે થતી જલનને ઓછી કરી રાહત આપે છે. સાથે જ ફેફસાને સ્વસ્થ રાખવામા મદદ કરે છે. 5. ઈમ્યુનિટી બૂસ્ટ કરવામાં હેલ્પફૂલ કોરોનાકાળમાં ઈમ્યુન સિસ્ટમને સ્ટ્રોન્ગ કરવા માટે આપ પુદીનાના ચટણીનું સેવન કરી શકો છો. કારણ કે આ સમયે ઈમ્યુનિટી મજબૂત હોવી ખૂબ જરૂરી છે. પુદીનાની ચટણી ઈમ્યુનિટીને બૂસ્ટ કરી શરીરને કેટલીય બિમારીઓથી દૂર રાખે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
8