સમાચારએગ્રોસ્ટાર
પીએમ કિસાન સન્માન નિધી યોજનાનો લાભ!
🔆કેન્દ્ર સરકાર દ્વારા કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક ૬,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં દર ૪ મહિનાના અંતરે ૨,૦૦૦ રૂપિયાના ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે. હાલમાં ખેડૂતોના ખાતામાં ૧૫ હપ્તા મોકલવામાં આવ્યા છે. જો કે સરકાર દ્વારા આ યોજનાનો લાભ કોણ લઈ શકે તેના માટે કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે. જો આ નિયમોનું પાલન થતું હશે તેવા ખેડૂતોને જ યોજનાનો લાભ મળી શકશે.
🔆ક્યા ખેડૂતોને પીએમ કિસાન નહીં યોજનાનો લાભ મળે?
જે ખેડૂતો સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન ન કરે તેઓ કિસાન સન્માન નિધિ યોજનાના લાભોથી વંચિત રહી શકે છો. જો પીએમ કિસાન સાથે સંકળાયેલા ખેડૂતોએ ઈ-કેવાયસી નથી કરાવ્યું તો તેમને આ યોજનાનો લાભ નહીં મળે. નિયમો પ્રમાણે હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ ડોક્ટર, એન્જિનિયર જેવા વ્યવસાયમાં હોય તો તે આ યોજનાનો લાભ લઈ શકશે નહી.
🔆આ ઉપરાંત, જો કોઈ વરિષ્ઠ નાગરિકને ૧૦,૦૦૦ રૂપિયાથી વધારેનું પૈન્શન મળે છે અથવા તો સરકારી નોકરીમાંથી કોઈ નિવૃત્ત કર્મચારી છે, તેઓએ યોજનાનો લાભ લઈ શકશે નહીં. જો તમે ફોર્મમાં કોઈ ભૂલ કરી હોય તો તમે હપ્તાથી વંચિત રહી શકો છો. જો તમારો બેંક એકાઉન્ટ નંબર ખોટો છે, તો તમારા હપ્તા અટકી શકે છે. આ સિવાય આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક ન હોય તો પણ હપ્તો અટકી શકે છે. જો તમે આમાંથી કોઈ ભૂલ કરી હોય, તો તમે હપ્તાના લાભથી વંચિત રહી શકો છો
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!