કૃષિ વાર્તાકૃષિ જાગરણ
પીએમ કિસાન સંપદા યોજના' થી થશે: ખેતી, ખેડુતો અને ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (પીએમકેએસવાય) હેઠળ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે આશરે 32 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સને લગભગ 17 રાજ્યોમાં લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. આ યોજના હેઠળ આશરે 406 કરોડ રૂપિયાના ભંડોળને પણ મંજૂરી મળી ગઈ છે._x000D_ _x000D_ પ્રોજેક્ટનો હેતુ શું છે?_x000D_ 1. આ પ્રોજેકટો હેઠળ લગભગ 15 હજાર લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળશે. આ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં વધુને વધુ રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે._x000D_ 2. આધુનિક પ્રોસેસિંગ તકનીકીઓ કૃષિ પેદાશોના બગાડને અટકાવશે, જેથી ખેડૂતોની આવક બમણી થઈ શકે._x000D_ 3. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં ભારતીય ખેડુતો ને ગ્રાહકો સાથે જોડવામાં આવશે._x000D_ _x000D_ પીએમ કિસાન સંપદા યોજના શું છે?_x000D_ _x000D_ આ યોજના ઓગસ્ટ 2017 માં શરૂ થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિનું આધુનિકીકરણ અને કૃષિ નો બગાડ ઘટાડવા તેમજ આધુનિક માળખાગત સુવિધાઓની મદદથી કૃષિ વિકાસને આગળ વધારવાનો છે. કૃષિ વિકાસમાં યોગ્ય સંચાલન અને માળખાગત સુવિધાઓ બનાવવી જોઈએ. ખેડુતોને તેમની પેદાશ માટે યોગ્ય અને સારા ભાવ મળવા જોઈએ. આ ઉપરાંત ભારતના ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો મળી શકે છે._x000D_ _x000D_ સંદર્ભ - કૃષિ જાગરણ, 3 માર્ચ 2020_x000D_ _x000D_ આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો._x000D_
572
1
અન્ય લેખો