યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
પીએમ કિસાન યોજના હેઠળ ફરી જમા થવા જઈ રહ્યા છે પૈસા !
📢 પીએમ કિસાન: ફરી ખેડૂતોના ખાતામાં આવા જઈ રહ્યા છે આટલા રૂપિયા, ફટાફટ કરી લો આ નાનું કામ
📢ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને તેમની બનતી કોશિશ કરે છે અને નવી નવી યોજનાઓ બનાવે છે.
📢 સપ્ટેમ્બર મહિનામાં ખેડૂતોના ખાતામાં ફરી બે હજાર જમા થશે.e-KYC પક્રિયા પૂર્ણ કરવા માટે સરકારે છેલ્લી તારીખ આપી 31 જુલાઇ
📢 પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખડૂતોના ખાતામાં 31 મે 2022 ના રોજ 2 હજાર રૂપિયા મોકલાવવામાં આવ્યા હતા.આ યોજના મુજબ એક વર્ષમાં ત્રણ વખત ચાર-ચાર મહિનાના અંતરાલે ખેડૂતોના ખાતામાં બે-બે હજાર કરીને કુલ 6 હજારની રકમ મોકલવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં કુલ 11 વખત બે-બે હજાર કરીને આ રકમ મોકલાવવામાં આવી છે.
📢 હવે ફરી 12 મી વખત આ ધનરાશી મોકલાવવાનો સમય નજીક આવી ગયો છે.જો કે આ ધનરાશી મેળવવા માટે ખેડૂતોએ e-KYCની પ્રક્રિયા પૂરી કરવી જરૂરી છે. જો કોઈ પણ ખેડૂતે e-KYC નથી કરાવ્યું તો તેઓ આ ધનરાશીથી વંચિત રહી શકે છે. e-KYC કરાવવા માટે કોઈ પણ ખેડૂત પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર જઈને પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આ સિવાય ખેડૂત સીએસસી સેન્ટર પર જઈને પણ e-KYC કરાવી શકે છે.
📢 આ છે e-KYC કરાવવાના 5 સરળ પગલાં-
1- e-KYC કરાવવા માટે સૌપ્રથમ પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર જાઓ.
2. પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર એક ખુણો દેખાશે જ્યાં e-KYC લખ્યું હશે તેના પર ક્લિક કરો.
3. ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે, જ્યાં આધાર નંબર નાખવાના રહેશે એ પછી ફરી તેના પર ક્લિક કરો.
4- હવે તમારા રજીસ્ટર નંબર પર ઓટીપી આવશે.
5- એ ઓટીપી ઉમેરીને સબમિટ પર ક્લિક કરો. આઆ પ્રક્રિયા પૂરન થવા સાથે જ તમારું e-KYC થઈ જશે.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો