AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પીએમ કિસાન યોજના: સરકારે પીએમ કિસાન યોજનાની નવી યાદી બહાર પાડી, સરળતાથી ચેક કરો તમારું નામ !
કૃષિ વાર્તાAgrostar
પીએમ કિસાન યોજના: સરકારે પીએમ કિસાન યોજનાની નવી યાદી બહાર પાડી, સરળતાથી ચેક કરો તમારું નામ !
સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી યાદી બહાર પાડવામાં આવી છે. આમાં, લાભ લેનારાઓના નામ સમગ્ર રાજ્ય મુજબ આપવામાં આવ્યા છે, તમે સરળતાથી તમારું નામ ચકાસી શકો છો._x000D_ _x000D_ સરકાર દ્વારા ખેડુતો માટે અમલમાં મૂકાયેલી યોજનાઓમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના સૌથી વધુ લોકપ્રિય છે. આ યોજનાનો ઉદ્દેશ વધુને વધુ ખેડુતોને રોકડ સહાય કરવામાં આવે તે છે. ઘણા રાજ્યોના ખેડુતો મોટી સંખ્યામાં આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના ઉત્તર પ્રદેશથી શરૂ કરવામાં આવી હતી અને આજે આ યોજનાનો ખેડુતો મહત્તમ લાભ લઈ રહ્યા છે. જે રાજ્યોને સૌથી વધુ ફાયદો થયો છે તેમાં યુપી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક અને તમિલનાડુ ટોચ પર છે. સરકારના આંકડા મુજબ, 8 જૂન સુધી આ યોજનાનો લાભ 9 કરોડ 83 લાખ ખેડુતોને આપવામાં આવ્યો છે._x000D_ _x000D_ લિસ્ટ માં નામ તપાસવાની પ્રક્રિયા : _x000D_ _x000D_ તમામ લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ સરકાર દ્વારા પીએમ કિસાન યોજના ની વેબસાઇટ pmkisan.gov.in પર અપલોડ કરવામાં આવી છે. વેબસાઇટની લિંક પર ગયા પછી, 'ફાર્મર કોર્નર' વિકલ્પ પર જાઓ અને આધાર અથવા મોબાઇલ નંબર દ્વારા તમે તપાસ કરી શકો છો કે તમને પૈસા મળ્યા છે કે નહીં. જો તમારો આધાર નંબર કોઈ કારણોસર ખોટો ગયો છે, તો તમને તે વિશેની માહિતી પણ અહીં મળશે. સરકારના તમામ લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ આ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. આ સાથે, તમે કિસાન આધાર નંબર / બેંક એકાઉન્ટ / મોબાઇલ નંબર દ્વારા પણ તમારી અરજીની સ્થિતિ મેળવી શકો છો._x000D_ _x000D_ લિસ્ટ ને ઓનલાઇન જોવાની પ્રક્રિયા : _x000D_ _x000D_ સૌથી પહેલા pmkisan.gov.in વેબસાઇટ પર જાઓ. તે પછી હોમ પેજ પરના મેનૂ બાર દ્વારા 'ફાર્મર કોર્નર' પર જાઓ. આ પછી, લિંકની અંદર લાભાર્થીની સૂચિ પર ક્લિક કરો. આગળ, તમારે રાજ્ય, જિલ્લા, પેટા-જિલ્લા, બ્લોક અને ગામની વિગતો દાખલ કરવી પડશે. આ પછી, ગેટ રિપોર્ટ (Get Report) પર ક્લિક કરીને તમે સરળતાથી સંપૂર્ણ લિસ્ટ મેળવી શકો છો._x000D_ _x000D_ સંદર્ભ : Agrostar, 11 જૂન 2020_x000D_ આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
536
0
અન્ય લેખો