AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પીએમ કિસાન યોજના માં નથી મળ્યો હજુ લાભ ? તે તમામ ખેડૂત ને મળશે એક સાથે તમામ રૂપિયા!
કૃષિ વાર્તાAgrostar
પીએમ કિસાન યોજના માં નથી મળ્યો હજુ લાભ ? તે તમામ ખેડૂત ને મળશે એક સાથે તમામ રૂપિયા!
પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના 9 કરોડ ખેડુતોના ખાતામાં ધીરે ધીરે 2 હજાર રૂપિયાની રકમ પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે. 27 માર્ચે નાણા મંત્રી નિર્મલા સીતારામણ કોરોનામાં સંકટમાં 1.7 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. આ જોતા તેમણે ખેડુતો માટે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, “પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, એપ્રિલના પહેલા અઠવાડિયામાં ખેડુતોને 2 હજાર રૂપિયાની રકમ મળશે. આ ઘોષણા અંતર્ગત દેશના કરોડો ખેડૂતોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. ”_x000D_ જો કે, દેશમાં હજી ઘણા એવા લોકો છે કે જેઓ પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત છે. ખરેખર, કારણ એ છે કે આવા ઘણા ખેડૂતોની નોંધણી મંજૂર થઈ નથી. પીએમ કિસાનના નિયમો અનુસાર, જો તમે નોંધણી માટે અરજી કરી છે અને કોઈ ભૂલને કારણે નોંધણી કરાઈ નથી અથવા નકારાઈ છે, તો જ્યારે પણ મંજૂરી મળશે તમારા ખાતામાં રૂપિયા આવી જશે._x000D_ પીએમ કિસાન યોજનાના નાણાં એક સાથે મળશે :_x000D_ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પોર્ટલ https://pmkisan.gov.in/ પર આપેલી માહિતી અનુસાર જો કોઈ ખેડૂતે ડિસેમ્બરથી માર્ચના 4 મહિના દરમિયાન નોંધણી કરાવી છે અને હજી સુધી ખાતામાં પૈસા આવ્યા નથી, તો જયારે પણ મંજૂરી મળશે ત્યારે તેમના ખાતામાં પાછલા વર્ષ ના અને એપ્રિલ મહિનાના રૂપિયા એકસાથે આવી જશે. _x000D_ સંદર્ભ : Agrostar, 9 એપ્રિલ 2020_x000D_ આ મહત્વપૂર્ણ માહિતી ને લાઈક કરીને any ખેડૂત સાથે શેર કરો._x000D_ _x000D_
660
0
અન્ય લેખો