AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પીએમ કિસાન યોજના ના જો 4000 રૂપિયા જોઈએ છે તો 30 જૂન પહેલાં કરાવી લો રજીસ્ટ્રેશન !
કૃષિ વાર્તાAgrostar
પીએમ કિસાન યોજના ના જો 4000 રૂપિયા જોઈએ છે તો 30 જૂન પહેલાં કરાવી લો રજીસ્ટ્રેશન !
જો તમે ખેડૂત છો અને તમે હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના (પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના) હેઠળ નોંધણી કરાવી નથી તો 30 જૂન પહેલાં કોઈપણ રીતે પૂર્ણ કરો જેથી આ વર્ષના બંને હપ્તા તમારા ખાતામાં એકસાથે આવશે. પીએમ કિસાન યોજનાના નિયમો અનુસાર જો તમે 30 જૂન સુધીમાં અરજી કરો છો અને જો તમારી અરજી મંજૂર થઈ જાય, તો તમને જૂન અથવા જુલાઈમાં 2000 રૂપિયા મળી જશે. આ પછી, ઓગસ્ટમાં પણ 2000 રૂપિયાનો હપ્તો તમારા બેંક ખાતામાં આવશે._x000D_ _x000D_ તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ વર્ષમાં ત્રણ વખત 2000-2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. જો કોઈ નવો ખેડૂત તેમાં જોડાવા માંગે છે અને કેન્દ્ર સરકાર સતત બે હપ્તાની રકમ પાસ કરી શકે છે. એટલે કે, જો તમે 30 જૂન પહેલા પીએમ કિસાન યોજનામાં અરજી કરો છો, તો એપ્રિલ મહિના માટેનો હપ્તો જુલાઈમાં પ્રાપ્ત થશે અને ઓગસ્ટની નવો હપ્તો પણ તમારા ખાતામાં આવશે._x000D_ _x000D_ જરૂરી દસ્તાવેજ_x000D_ આધારકાર્ડ: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા ખેડૂતને આધારકાર્ડ આપવું જરૂરી છે. જો તમે આધારકાર્ડ નહીં આપો તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં._x000D_ _x000D_ બેંક ખાતાનો નંબર: પીએમ કિસાન નો હપ્તો મેળવવા માટે તમારી પાસે બેંક એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે કારણ કે સરકાર ડીબીટી દ્વારા ખેડૂતોને પૈસા ટ્રાન્સફર કરે છે. આ સિવાય, તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક કરવું આવશ્યક છે. જો કે અસમ, મેઘાલય, જમ્મુ-કાશ્મીરને આમાંથી મુક્તિ આપવામાં આવી છે._x000D_ _x000D_ અરજી કેવી રીતે કરવી ?_x000D_ સૌ પ્રથમ, તમે તમારા દસ્તાવેજો pmkisan.gov.in વેબસાઇટ પર અપલોડ કરો. તે પછી તમે Farmer Corner વિકલ્પ પર જાઓ અને જો આધારકાર્ડ જોડવાનું હોય તો તેના માટે Edit Aadhaar Detail ના વિકલ્પ પર ક્લિક કરીને તમે અપડેટ કરી શકો છો._x000D_ _x000D_ સંદર્ભ : Agrostar, 23 જૂન 2020_x000D_ આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો._x000D_ _x000D_
537
0
અન્ય લેખો