કૃષિ વાર્તાGSTV
પીએમ કિસાન યોજનામાં 6000 ના બદલે ખાતામાં આવશે 12000 રૂપિયા !
સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપે છે. પરંતુ જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, સરકાર ખેડૂતો માટે ઉપલબ્ધ આ સુવિધાને બમણી કરવા વિચારી રહી છે. જો આવું થાય તો ખેડૂતોને 6000 રૂપિયાને બદલે દર વર્ષે ત્રણ હપ્તામાં 12000 રૂપિયા મળી શકે છે. પરંતુ કેટલાક ખેડૂતો એવા છે જેમને આ યોજનાનો લાભ નહીં મળે. એવા ઘણા ખેડૂતો આ યોજનામાં જોડાયા છે, જેઓ આ યોજનાના નિયમો અને શરતોને પૂરી કરતા નથી અને પીએમ કિસાનનો લાભ લઈ રહ્યા છે.
જાણો કયા ખેડૂતોને નથી મળતો યોજનાનો લાભ
💫જો ખેડૂત પરિવારનો કોઈ સભ્ય ટેક્સ ભરે તો તેને યોજનાનો લાભ આપવામાં આવતો નથી. પરિવારના સભ્યનો અર્થ પતિ પત્ની અને સગીર બાળકો છે.
💫જેમની પાસે ખેતીલાયક જમીન નથી તેમને પીએમ કિસાન યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
💫જો તમારી પાસે ખેતીની જમીન દાદા કે પિતાના નામે હોય અથવા પરિવારના કોઈ સભ્યના નામે હોય તો તમને પીએમ કિસાનનો લાભ નહીં મળે.
💫જો કૃષિ માલિક સરકારી નોકરીમાં હોય, તો તેને પીએમ કિસાનનો લાભ નહીં મળે.
રજિસ્ટર્ડ ડોકટરો, એન્જિનિયરો, વકીલો, CA ને પણ આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
💫જો કોઈ ખેડૂતને વાર્ષિક 10,000 રૂપિયાનું પેન્શન મળે છે, તો તે આ યોજનાનો લાભ લઈ શકતો નથી.
યોજનાનો લાભ લેવા માટે, તમારે કરાવવુ પડશે રજીસ્ટ્રેશન
જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમારે તરત જ તેના માટે રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. નહીંતર આ તક તમારા હાથમાંથી જતી રહેશે. આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવું એકદમ સરળ છે. તમે ઘરે બેઠા આ પ્રોસેસ ઓનલાઇન પૂરી કરી શકો છો. આ સિવાય, તમે પંચાયત સચિવ અથવા પટવારી અથવા સ્થાનિક કોમન સર્વિસ સેન્ટર દ્વારા આ યોજના માટે અરજી કરી શકો છો. આ સિવાય, તમે આ યોજના માટે તમારી રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો.
પાત્ર ખેડૂતો આ રીતે કરાવી શકે છે રજીસ્ટ્રેશન
💫તમારે પહેલા PM કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે.
💫હવે Farmers Corner પર જાઓ.
💫અહીં તમારે ‘New Farmer Registration’ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
💫આ પછી તમારે આધાર નંબર દાખલ કરવો પડશે.
💫આ સાથે, કેપ્ચા કોડ દાખલ કરીને રાજ્યની પસંદગી કરવી પડશે અને પછી આગળની પ્રોસેસ કરવી પડશે.
💫આ ફોર્મમાં તમારે તમારી સંપૂર્ણ વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
💫આ સાથે, બેંક ખાતાની વિગતો અને ખેતર સંબંધિત માહિતી ભરવાની રહેશે.
તે પછી તમે ફોર્મ સબમિટ કરી શકો છો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : GSTV .
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.