AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાGSTV
પીએમ કિસાન યોજનાના મહત્વના સમાચાર, કેમ અટવાય છે હપ્તો અને શું કરવું પડશે કામ !
👉 જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને તમને અગાઉનો હપ્તો મળ્યો નથી, તો ટેન્શન લેવાની જરૂર નથી. તમે તમારી બાકી હપ્તાની રકમ સરળતાથી મેળવી શકો છો. જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અનુસાર, જો કોઈ ખેડૂતનું નામ લાભાર્થીઓની યાદીમાં સમાવવામાં આવ્યું હોય અને કોઈ કારણસર હપ્તો અટવાયેલો હોય, તો પછી આગામી હપ્તા સાથે , અગાઉના હપ્તાના નાણાં પણ મળી જશે. 👉 જો કોઈ ખેડૂતનું નામ લાભાર્થીની યાદીમાં સમાવવામાં આવ્યું હોય અને કોઈ કારણસર હપ્તો અટવાયેલો હોય, તો આગલા હપ્તા સાથે અગાઉના હપ્તાનાં નાણાં પ્રાપ્ત થશે. જોકે, આ માટેની શરત એ છે કે ખેડૂતે પોતાની અરજીમાં રહેલી ભૂલો સુધારી લીધી હોય. ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ ન પહોંચવાનું સૌથી મોટું કારણ આધાર, ખાતા નંબર, બેંક ખાતા નંબરમાં ભૂલ છે. આવી સ્થિતિમાં, તમે પીએમ કિસાન યોજનાના ઓફિશિયલ પોર્ટલ પર જઈને તેને સુધારી શકો છો. જણાવી દઇએ કે આ માટે તમારે pmkisan.gov.in/Grievance.aspx ની મુલાકાત લેવી પડશે. 👉 આગામી હપ્તા માટે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2021 છે. જો તમારી અરજી સ્વીકારવામાં આવે તો ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં 2000 રૂપિયા ખાતામાં આવશે. આ પછી, ડિસેમ્બરમાં પણ તમારા બેંક ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આવશે. એટલે કે, જો તમે 4000 રૂપિયા મેળવવા માંગતા હો, તો તમારી પાસે 30 સપ્ટેમ્બર સુધી મોટી તક છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
55
12
અન્ય લેખો