AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પીએમ કિસાન માનધન' યોજના સાથે જોડાયા 20 લાખ ખેડુતો !
કૃષિ વાર્તાન્યૂઝ18
પીએમ કિસાન માનધન' યોજના સાથે જોડાયા 20 લાખ ખેડુતો !
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના એ ખેડૂતો માટેની સૌથી મોટી પેન્શન યોજના છે, જેમાં અત્યાર સુધીમાં 20,19,220 ખેડુતો જોડાઈ ચુક્યા છે, જેમને 60 વર્ષની વય પછી મહિને 3000 રૂપિયા પેન્શન મળશે._x000D_ તેનો લાભ તમામ 12 કરોડ નાના અને સીમાંત ખેડુતો લાભ લઈ શકે છે, જેમની પાસે 2 હેક્ટર સુધી ખેતીલાયક જમીન છે. તેની શરૂઆત પીએમ નરેન્દ્ર મોદીએ 12 સપ્ટેમ્બર 2019 ના રોજ ઝારખંડથી કરી હતી._x000D_ નોંધણી માટે કોઈ ફી રહેશે નહીં. જો કોઈ ખેડૂત પીએમ-કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે તો તેની પાસેથી કોઈ દસ્તાવેજો લેવામાં આવશે નહીં. યોજના અંતર્ગત, ખેડૂત પીએમ-કિસાન યોજનાથી મળેલા લાભમાંથી સીધા ફાળો આપવાનું પસંદ કરી શકે છે._x000D_ જો ખેડૂત આ યોજનાને વચ્ચે છોડી દે છે, તો તેના પૈસા ડૂબશે નહીં. તે યોજના છોડે ત્યાં સુધી જે પૈસા જમા કરવામાં આવ્યા છે, તે બેંકોના બચત ખાતા સમાન વ્યાજ મળશે. જો ખેડૂતનું મૃત્યુ થાય છે તો તેની પત્નીને દર મહિને 1500 રૂપિયા મળશે._x000D_ પેન્શન યોજનાના લાભ માટે મહત્વપૂર્ણ બાબતો :_x000D_ (1) ઉંમર 18 વર્ષથી 40 વર્ષ સુધીની હોવી જોઈએ._x000D_ (2) ઇપીએફઓ, ઇએસઆઈસીના સભ્ય અને આવકવેરા ભરનાર ને લાભ નહીં._x000D_ (3) આધારકાર્ડ, મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર આવશ્યક છે._x000D_ (4) વય પ્રમાણે 55 થી 200 રૂપિયા સુધીનું પ્રીમિયમ. સરકાર તેટલા જ પૈસા આપશે._x000D_ (5) 60 વર્ષની વય પછી, તમને મહિને 3000 રૂપિયા પેન્શન મળશે._x000D_ (6) નજીકના કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) પર નોંધણી કરાવી શકાય છે._x000D_ સંદર્ભ - ન્યૂઝ 18, 6 મે 2020_x000D_ આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને ખેડૂત મિત્રો સાથે શેર કરો._x000D_ _x000D_
513
0
અન્ય લેખો