યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
પીએમ કિસાનનો 19મો હપ્તો જાહેર, ખેડૂતોને મોટો ફાયદો!
👉પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના ની 19મી કિષ્ટ જાહેર કરવામાં આવી છે. આ યોજનાના અંતર્ગત 9.8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 22,000 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ રકમ ડીબીટી (DBT) માધ્યમથી સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે યોજનાના 6 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ કિષ્ટ જાહેર કરવામાં આવી છે.
👉આ વખતે અગાઉ કરતાં વધુ ખેડૂતોને લાભ મળ્યો છે. 18મી કિષ્ટ 9.60 કરોડ ખેડૂતોને આપવામાં આવી હતી, પરંતુ આ વખતે કૃષિ મંત્રાલયના પ્રયાસોથી છૂટેલા ખેડૂતોને સામેલ કરવામાં આવ્યા, જેથી 2.41 કરોડ મહિલાઓ સહિત 9.80 કરોડથી વધુ ખેડૂતોને 19મી કિષ્ટનો લાભ મળ્યો.
👉કિષ્ટ ચેક કરવાની પ્રક્રિયા:
1️⃣ PM Kisanની અધિકૃત વેબસાઇટ [https://pmkisan.gov.in/](https://pmkisan.gov.in/) પર જાઓ.
2️⃣ Farmer’s Corner માં લાભાર્થી યાદી પર ક્લિક કરો.
3️⃣ તમારું રાજ્ય, જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
4️⃣ Get Report પર ક્લિક કરો અને તમારી માહિતી જુઓ.
ખેડૂતો આ પ્રક્રિયા દ્વારા જાણી શકે છે કે તેમની 19મી કિષ્ટ ખાતામાં જમા થઈ છે કે નહીં ✅
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!