સમાચારએગ્રોસ્ટાર
પીએમ કિશાન યોજનાના નામે થઇ રહી છે ઠગાઈ!
🔴છેલ્લા કેટલાક સમયથી છેતરપિંડીના કેસોમાં ઘણો વધારો નોંધાઈ રહ્યો છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકો અવનવી રીતે સ્કેમ કે છેતરપિંડી કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગામડાના ખેડૂતો આ છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ગામડાના ખેડૂતો ઓછું ભણેલા અને આ અંગે વધારે માહિતીગાર ન હોવાને કારણે ખોટી સ્કીમમાં ફસાઈ જતા હોય છે. જેના લીધે અંતમાં તેમને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે.
🔴ખેડૂતોને આર્થિક સહાય મળી રહે તે માટે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે સન્માન નિધિના ભાગરૂપે 6000 રૂપિયા આપવામાં આવે છે. જો કે, કેટલાક ભેજાબાજોએ આમાં પણ સ્કેમ કરીને એક ખોટી એપ્લિકેશન લોન્ચ કરી હોવાનું સામે આવ્યું છે.
🔴ભેજાબાજોએ હુબહુ પીએમ કિસાન યોજના જેવી એક એપ્લિકેશન બનાવી છે. જેની લિંક ખેડૂતોને વોટ્સએપના માધ્યમથી મોકલવામાં આવી રહી છે. જેમાં ખેડૂતોને દર ત્રણ મહિને 6000 રૂપિયા સુધીની રકમ મળવાની લાલચ આપવામાં આવી રહી છે. જેથી મોટાભાગના ખેડૂતો પોતાના કિમતી ડોક્યુમેન્ટ્સ આપી છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.
ફોન પર વિગતો લઈ ને કરે છે છેતરપિંડી
🔴અધિકારી જણાવે છે કે,ખેડૂતોને અનેક વખત ફોન ઉપર માહિતી આપવામાં આવે છે અને છેતરપિંડી આચરવામાં આવે છે. આધાર કાર્ડ, બેન્ક એકાઉન્ટની માહિતી સહિતની વિગતો ફોનમાં જ પૂછવામાં આવે છે. ખેડૂતો સહાયની લાલચમાં પોતાની આ તમામ વિગતો જણાવી દેતા હોય છે. જે બાદ તે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે.
સરકારી સહાય માટે વોટ્સએપમાં લિંક મોકલવામાં આવતી નથી
🔴કોઈપણ સરકારી સહાય માટે વોટ્સએપમાં લિંક મોકલવામાં આવતી નથી. તમને ફોર્મ ભરવાનું કહેવામાં આવતું નથી અથવા કોઈપણ પ્રકારની ગુપ્ત માહિતી જેમકે આધાર કાર્ડ , બેન્ક પાસબુક , બેંક એકાઉન્ટ નંબર , એટીએમ નંબર , એટીએમના પીન , CVV નંબર એવી કોઈપણ માહિતી માંગવામાં આવતી નથી. જો કોઈ પણ ખેતી સંબંધિત સહાય આપવા માટે આવી વિગતો માંગે છે. તો કોઈપણ સરકારી અધિકારીનો સંપર્ક તુરંત જ કરવો અને આ પ્રકારની છેતરપિંડીથી બચવું….
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!